________________
અધ્યાય-૨
[ ૧૫૫
એમ તે વિષયને જાણનારા કહે છે. આવા પરિણામવાળા આમા. છે માટે તે પરિણામી કહેવાય છે.
તે દેહથી ભિન્ન છે, અને અભિન્ન પણ છે. આ પરિણામી: અને દેહથી ભિન્નભિન્ના આત્મા માનીએ તે ઉપર જણાવેલા. હિંસાદિ દોષ તેને લાગુ પડી શકે.
अन्यथा तदयोग इति ॥५४॥ અર્થ:–આથી ઉલટી રીતે માનીએ તે હિંસાદિ. ઘટી શકે નહિ.
ભાવાર્થ-જે આત્માને પરિણામ ન માનીએ, તેમજ દેહથી કયિત ભિન્ન અને કથંચિત અભિન્ન ન માનીએ, તે હિંસાદિ દેષ ઘટી શકે નહિ; કેમ ન ઘટી શકે એ સ્વાભાવિક પ્રશ્નનો ઉત્તર, શાસ્ત્રકાર પતિજ આપે છે –
नित्य एवाधिकारतोऽसंभवादिति ॥५५।।
અર્થ—નિત્ય એવા અધિકારી આત્માને વિષે હિસાદિ, ઘટી શકે નહિ.
ભાવાથ-ઈ દિવસ નાશ ન પામે, અને કઈ દિવસ ઉત્પન્ન ન થાય પણ નિરંતર એકજ સ્વભાવમાં રહે તે નિત્ય. આત્માને એ પ્રકારે નિત્ય માનીએ, એટલે આત્મા જન્મતે નથી, મરતો નથી એમ માનીએ, તે પછી એવા આત્મામાં હિંસાદિ સંભવતા નથી. એટલે પર્યાયાર્થિક નયને લક્ષમાં ન લઈ આત્માને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય સ્થાપીએ, એટલે તે ત્રણે કાળ તેને તેજ રહે. અને તેને પરિણામમાં કાંઈ પણ ભેદ પડતો નથી એમ સ્વીકારીએ તો હિંસા વગેરે તેને લાગુ પડી શકે નહિ. કારણ કે પર્યાયને નાશ. તેનું નામ હિંસા એમ શાસ્ત્રમાં કહેલું છે.