________________
અધ્યાય-૨
[ ૧૪૩ હવે છેદનું સ્વરૂપ દર્શાવે છે.
तत्संभवपालनाचेष्टोक्तिच्छेद इति ॥३६॥
અર્થ –વિધિ નિષેધની ઉત્પત્તિ તથા પાલન માટેની ક્રિયાનું કહેવું તે “છેદ’ જાણ.
ભાવાર્થ:–માણસ સેનાને કસોટીના પત્થર ઉપર ઘસીને તેની પરીક્ષા કરે છે, તે કસોટીમાં સેનું શુદ્ધ માલૂમ પડયું, તોપણ તેટલાથી સંતોષ નહિ પામતાં તેને કાપીને જુવે છે, કે રખેને અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારને ભેદ હેય; તેમ ધર્મમાં કષ શુદ્ધિ કર્યા પછી, છેદ શુદ્ધિ કરવી જરૂર છે.
ધર્મની બાબતમાં છેદ શું છે તે વિચારીએ. છેદ તે વિશુદ્ધ બાહા ચેષ્ટા રૂ૫ છે. વિધિ અને પ્રતિષેધ માર્ગને અનુકૂળ જે બાહ્ય ક્યિા તે છેદ છે; તે બાહ્યશુદ્ધ ક્રિયાથી અતિચાર અને અનાચાર રહિતપણે વિધિ અને પ્રતિષેધ માર્ગને ઉત્તેજન મળે છે. માટે જે “ધર્મમાં ઉપર જણાવેલા વિધિ પ્રતિષેધ માર્ગને સહાયકારી શુદ્ધ ધાર્મિક ક્રિયાનું વર્ણન યથાર્થ રીતે કરેલું હોય, તે છેદશુદ્ધ ધર્મ જાણો.
સોનાની કષ અને છેદથી પરીક્ષા કરી અને તેમાં શુદ્ધ નીકળ્યું તો પણ તેની બરાબર પરીક્ષા કરવા માટે સોની તેને અગ્નિમાં નાખી પરીક્ષા કરે છે. અને જ્યારે અંગ્રેમાં પણ તેને રંગ બદલાતા નથી, ત્યારે તે શુદ્ધ માનવામાં આવે છે, તેમ ધર્મની પણ તાપમાં પરીક્ષા કરવી. ધર્મની બાબતમાં તાપ કયો ગણો તે શાસ્ત્રકાર જણાવે છે.
उमयनिबन्धनभाववादस्ताप इति ॥३७॥
અર્થ –કષ અને છેદ એ બનેના કારણરૂપ જીવાદિ તની પ્રરૂપણ કરવી તે તાપ.