________________
૧૪૪ ]
ધમબિન્દુ ભાવાર્થ-કષ અને છેદને પ્રથમ આપણે વિચાર કરી ગયા, પણ કષ અને છેદનું મૂળ કારણ જાણવું જોઈએ. કષ અને છેદને આધાર તાપ ઉપર રહેલું છે. જો સુવર્ણ રંગ તાપ આપવાથી. બદલાઈ ગયો, તો તે સુવર્ણ નિરર્થક છે, તેમ ધર્મની તાપથી પરીક્ષા કરી અને તેમાં જે તે ન ટકી શકે તે કષ અને છેદની વિશુદ્ધિ નિરૂપયોગી છે.
વસ્તુઓમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે; જે સેનાનું કુંડલ. બનાવવામાં આવે છે તે જ સોનાની થોડા સમય પછી માલા (કંઠી) બનાવવામાં આવે છે. આ પ્રમાણે તેને આકાર બદલાય છે, પણ સુવર્ણ તે તેને તેજ રહે છે. તેમ જે શાસ્ત્રમાં દ્રવ્યાક નયની અપેક્ષાએ નિત્ય, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય એવા છવાદિ પદાર્થોનું વર્ણન કરેલું હોય, તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય છે; અને તેવા શાસ્ત્રમાં વિધિ પ્રતિષેધ માર્ગ, અને વિધિ પ્રતિષેધ. માર્ગને સહાયકારી ધર્મક્રિયાઓ ઘટી શકે છે.
अमीषामन्तरदर्शनम् इति ॥३८॥ અર્થ –આ (પરીક્ષાના ત્રણ પ્રકાર)નું પરસ્પર અંતર બતાવવું.
ભાવાથ:- કષ, છેદ અને તાપ એ પરીક્ષાના ત્રણ પ્રકાર છે, તેમાંનું પરસ્પર સમર્થપણું અને અસમર્થપણું દેખાડવું, અને તેને ભેદ સમજાવી, તે ત્રણમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ કોણ? તેને
ભેદ સમજવો એ ઉપદેશકને ધમ છે. कपछेदयोरर यत्नः तद्भावेऽपि ताशाभावेऽभाव इति॥३९-४०।।
અર્થ કષ અને છેદની પરીક્ષાથી વસ્તુને આદર ન કરવો, કારણ કે કષ અને છેદથી શુદ્ધ હોય, તે પણ તાપ પરીક્ષાના અભાવમાં તે બે પરીક્ષાને અભાવજ સમજે.