________________
અધ્યાય-૨
[ ૧૩૭
तथा पुरुषकारसत्कथेति ॥२९॥
અર્થ : પુરૂષાર્થની સત્કથા-પ્રશંસા કરવી.
ભાવાર્થ :- પુરૂષાર્થ વગર કોઈ પણ મોટું કર્મ કરવા કઈ પણ માણસ સમર્થ થયું નથી. ગમે તે મહાન પુરૂષનું જીવન ચરિત્ર વાંચે, અને તમને સહજ જણાશે કે બીજ ગુણે તેનામાં હો કે ના હે, પણ આ ગુણ : હે જ જોઈએ. જે માણસમાં ઉદ્યમને ગુણ નથી, તે કદાપિ કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકવાને નથી. મારાથી શું થશે એ વિચાર કરનાર કદાપિ ફતેહ પામે નહિ. રાતે જાય તે મુવાની ખબર લાવે” એ કહેવત આવા મનુષ્યોને લાગુ પડે છે. બાકી પુરૂષાર્થ કરનાર પુરૂષે વિષે તે કહ્યું છે કે -
दुर्गा तावदियं समुद्रपरिखा, तावन्निरालम्बनं । व्योमैतन्ननु तावदेव विषमः, पातालयात्रागमः । दत्त्वा मूर्धनि प्रादमुद्यमभिदो, देवस्य कीर्तिप्रियः । ' वीरैर्यावदहो न साहसतुला, मारोप्यते जीवितम् ॥१।।
જ્યાં સુધી કીતિ પ્રિય શુરવીર પુરૂષોએ ઉદ્યમનો નાશ કરનારા દેવ (નસીબ)ના માથા ઉપર પગ મૂકીને પિતાના જીવિતને સાહસના ત્રાજવામાં નથી મૂકવું, ત્યાં સુધી આ સઘળી સમુદ્રથી વિંટાયેલી પૃથ્વી દુર્ગમ્ય લાગે છે, ત્યાં સુધી આકાશ આધાર વગરનું દેખાય છે, ત્યાં સુધી પાતાળમાં જવું વિષમ ભાસે છે.
આ લેકનો સાર એ છે કે મનુષ્યોએ દેવના અથવા કર્મના ઉપર આધાર રાખી બેસી રહેવાને બદલે પુરૂષાર્થ કરવો. જે ઉદ્યોગી પુરૂષ છે તેને લમી વરે છે. દેવ આપશે એમ કહી બેસી રહેનારા બાયલાઓ છે, માટે દેવને તિરસ્કારો પોતાની શક્તિ પ્રમાણે પુરૂષાર્થ કરો .
કહ્યું છે કે –