________________
૧૩૬ ]
ધર્મબિન્દુ
કહ્યું છે કેઃ
नो प्राप्यमभिवाच्छन्ति, नष्टं नेच्छन्ति शोचितुम् । आपत्सु च न मुह्यन्ति नरा पण्डितबुद्धयः || १॥
જે માણસ પડિંત બુદ્ધિના છે. તે પામવા ગ્ય વસ્તુની ઈચ્છા રાખતા નથી, તથા નાશ પામેલી વસ્તુના શાક કરતા નથી, અને દુઃખ વખતે મુંઝાતા નથી. વળી :
न हृष्यात्मनो माने, नापमाने च रुष्यति । गाङ्गो हृद इवाक्षोभ्यो यः स पण्डित उच्यते ||२||
પેાતાનું માન થવાથી હર્ષ પામતા નથી, અપમાન થવાથી ખેદ પામતા નથી, અને જે ગગાના હકની જેમ ક્ષેાભ પામતા નથી તેને પતિ કહેવા.
માન અને અપમાન બહારની ઉપાધિને આશ્રયી કરવામાં આવે છે. પડિત પુરૂષ સમજે છે કે તે ઉપાધિત હું નથી, હું તે તેનાથી તદ્દન ન્યારા છું, માટે માન અને અપમાનમાં મારે હ– શાક ધરવા યાગ્ય નથી, એવી રીતે વિચાર કરી જે હૃદયની સ્થિરતા સાચવી શકે છે, પણ મિજાજ ખેાતા નથી તે ખરા પડિત કહી શકાય. કહ્યું છે કેઃ—
જાણ્યું તે તેનું ખરુ, માહે નવ લેપાય, સુખ દુઃખ આવે જીવને, હષ શાક નવિ થાય.
આ પ્રમાણે જ્ઞાનીની પ્રશંસા કરવી તે સત્યજ્ઞાનની પ્રશ ́સા કરી કહેવાય. કાઈના મનમાં શંકા ઉઠે કે તમે જ્ઞાનીની પ્રશંસા કરી, અને જ્ઞાનની પ્રશંસા કરી નથી, તેા તેના સમાધાનમાં કહેવાનું કે જ્ઞાનીની પ્રશંસા કરવાથી જ્ઞાનની પ્રશ'સા આવી જાય છે, કારણકે જ્ઞાન જ્ઞાનીથી ભિન્ન રહી શકતું નથી,