________________
૧૩૦ ]
ધમબિન્દુ नारकदुःखोपवर्णन मिति ।।२४।। અર્થ : નારકીના દુઃખનું વર્ણન કરવું.
ભાવાર્થ –નરકમાં ઉત્પન્ન થયેલા નારકીનાં દુઃખનું વર્ણન કરવું. તિર્યંચના દુ:ખનું પણ વર્ણન કરવું કે જેથી માણસો તે દુઃખના કારણભૂત અસદાચારને ત્યાગ કરે.
નરકમાં છે પિતાની ઈચ્છાનુકૂળ પદાર્થો નહિ મળવાથી અને પ્રતિકુળ પદાર્થોને સંયોગ થવાથી અનેક પ્રકારનાં દુઃખ ભગવે છે ત્યાં પોતાના બચાવ માટે કોઈ દેખાતું નથી.
ભૂખ, તરસ, ટાઢ, તડકે, પરવશપણું વગેરે દુઃખથી આકુળવ્યાકુળ થયેલા તિર્યંચ પ્રાણુઓને જે સુખ મળે છે તે તુચ્છ છે કહેવા માત્ર છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ દુઃખી છે.
મનુષ્યભવમાં પણ પ્રાણીને દરિદ્રતાનું, રોગનું, દુર્ભાગ્યતાનું, શેકનું, મૂર્ખતાનું, દીન જાતિનું હલકા કુળનું, હાથ પગ વગેરે શરીરના અવયવહીન થવાનું, અંધાપાનું, લુલા લંગડા થવાનું દુઃખ છે ખરી વાત છે કે મનુષ્યભવમાંથી જ મોક્ષ મેળવી શકાય; છતાં મનુષ્યપણામાં જ્યાં સુધી જન્મ મરણ થયાં કરે છે, ત્યાં સુધી તે જીવ સુખ મેળવી શકે નહિ.
દેવતાઓને જે કે અનેક પ્રકારનું સુખ છે એ આપણે પ્રથમ જણાવી ગયા, પણ છેવટે તે તે સુખને પણ અંત આવે છે. પુણ્ય ક્ષીણ થતાં દેવતાને ત્યાંથી ચવવું પડે છે, ત્યારે તેને દુઃખ થાય છે. આપણી અપેક્ષાએ તેમનું સુખ વધારે સ્થાયી ગણી શકાય, પણ અનંત કાળની અપેક્ષાએ તે સુખ પણ ક્ષણિક છે એમ કહીએ તે તેમાં ખોટું નથી. માટે દેવતાઓને ભવ પણ સુખમય છે એમ કહી શકાય નહિ.
આ પ્રમાણે ચારે ગતિ દુઃખથી પૂર્ણ છે. કોઈમાં થોડું દુઃખ તો કઈમાં વધારે દુઃખ, પણ દુ:ખ તો ખરૂં, અને જે સુખ દુઃખ