________________
અધ્યાય-૨
[ ૧૩૧ મિશ્રિત હોય, અથવા જે સુખના અંતે દુઃખ હોય, તે ખરૂં સુખગણી શકાય નહિ.
तथा दुःकुलजन्मप्रशस्तिरिति ॥२५॥
અર્થ : (અસદાચારવાળાન) ખરાબ કુળમાં જન્મ થાય છે એમ જણાવવું.
ભાવાથ–ખરાબ આચરણ કરવાવાળાઓનાં જન્મ શક, યવન, બર્બર વગેરે હલકી જાતિના લેકેને ત્યાં થાય છે, અને તેથી તે જાતિના અધમ આચાર વિચાર ગ્રહણ કરે છે અને તેથી દુઃખ ઉપર દુઃખ આવે છે, એમ બંધ કરાવી દુષ્કર્મ કરતાં અટકાવવાં.
પરંપરાનવેરમિતિ રદ્દા અર્થ : દુકુળમાં ઉત્પન્ન થયેલાને દુઃખની પરંપરા થાય છે તેમ જણાવવું.
ભાવાથી–હલકા કુળમાં ઉત્પન્ન થવાથી, મન તથા શરીર સંબંધી અનેક પ્રકારનાં દુઃખ પ્રાણીને સહન કરવા પડે છે. દુષ્ટાચરણથી અધમ કુળમાં ઉત્પન્ન થયેલાને હલકા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળાં શરીર મળે છે, અને તેવાં દુઃખોનો નાશ કરવા સમર્થ એવો ધર્મ સ્વપ્નમાં પણ પ્રાપ્ત થતી નથી, કારણ કે તે દેશમાં કઈ જ્ઞાની ભાગ્યેજ જન્મે છે, અને તેથી સબોધ તેઓને દુર્લભ થાય છે. ધર્મ નહિ જાણવાથી હિંસા, ચેરી, સત્ય, વ્યભિચાર વગેરે અશુદ્ધ કર્મમાં તેઓ લીન થાય છે, અને આ પ્રમાણે પાપકર્મની વૃદ્ધિ કરે છે, જેથી તેઓને લાંબા વખત સુધી બીજા ભવમાં દ:ખ ભોગવવું પડે છે. આ રીતે તેઓને દુઃખ ઉપર દુઃખ આવે છે, અને અહીંયાં સુખ મળતું નથી.તેમ પરભવમાં પણ સુખ મળતું નથી. આ પ્રમાણે અસદાચાર બહુજ માઠાં ફળને નિપજાવે છે.