SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] ધમબિન્દુ ૩. વૃત્તિ સંક્ષેપ-આજ તે મારે આટલાજ ખાવાના પદાર્થ ખપે, અથવા અમુક ક્ષેત્રમાં જે ખાવાનું મળે તેટલું જ ગ્રહણ કરવું, એવા અભિગ્રહ કરવા, તે વૃત્તિસંક્ષેપ કહેવાય. ૪. રસત્યાગ–દહીં, દૂધ, ઘી વગેરે રસના (વિમઈનાં) પદાર્થોને ત્યાગ કરે, તે રસત્યાગ કહેવાય. ૫. કાયકલેશ-જુદાં જુદાં આસને વાળીને, અથવા કેશ લુંચન વગેરેથી શરીરને કષ્ટ આપવું, તે કાયલેશ તપ કહેવાય. ૬, સંલીનતા–અંગોપાંગ સંકેચીને સ્થિર રહેવું, ઈન્દ્રિય, કષાય અને ત્રણ યોગને વશ રાખવા; અને સ્ત્રી, પશુ, નપુંસક, વગેરેથી રહિત સ્થાનમાં વસવું, તે સંલીનતા તપ કહેવાય. આ છ પ્રકાર બાહ્ય તપના છે. હવે અત્યંતર તપના છ પ્રકાર કહેવાય છે : पायच्छितं विणओ वेयावचं तहेव सज्झाओ । झाणं उसग्गोविय अभिंतरओ तवो होइ ॥१॥ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવસ્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ રીતે અત્યંતર તપના છ પ્રકાર છે. આ રીતે તપના છ બાહ્ય તથા છ અત્યંતર પ્રકારનું ટુંક વિવેચન કર્યું. હવે તે કરવામાં શો હેતુ સમાયેલો છે તે જરા લક્ષપૂર્વક વિચારીએ. બાહ્ય તપને હેતુ શરીરને સંયમમાં રાખવાને છે, અને આત્યંતર તપને હેતુ મનને કબજામાં રાખવાનું છે. જ્યારે શેઠ અજ્ઞાનાવસ્થામાં હોય, ત્યારે નેકર સર્વ સત્તા પિતાના હાથમાં લઈ લે છે, તે જ રીતે શરીર અને મન જે આત્માના કરે છે, સાધને છે, તેઓએ આત્માને પરવશ બનાવી દીધો છે. આત્મા પિતાની શક્તિ ભૂલી જઈ ઈન્દ્રિયો અને મન જેમ નચાવે તેમ નાચે છે. તે તે શરીર અને મન આત્માના સંયમમાં આવે એ માટે શાસ્ત્રકારેએ તપને માર્ગ બતાવ્યો છે.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy