________________
અધ્યાય-૨
[ ૧૧૩ તપાચાર તેના મૂળ બે ભેદ છે. બાહ્ય અને અત્યંત૨ અને તે દરેક્ના છ ભેદ હેવાથી તપના બાર ભેદ કહેવાય.
બાહ્ય તપના છ ભેદ નીચે પ્રમાણે જાણવા. अणसणमुणोयरिया वित्तीसंखेवण रसच्चाओ । कायकिलेसा संलीणया य बन्झो तवो होइ ॥१॥
૧ અનશન. ચાર પ્રકારના આહારને ત્યાગ કરે છે. તેના બે પ્રકાર છે; એક થોડા કાળ સુધી અને બીજો જાવજજીવ.
ડો કાળ આહારનો ત્યાગ કરવો તે શ્રી મહાવીર સ્વામિભગવાનના શાસનના તીર્થમાં છ મહિના સુધી, શ્રી ઋષભદેવ ભગવાનનાં તીર્થમાં એક વર્ષ સુધી અને શ્રી અજીતનાથ ભગવાન વગેરે બાવીસ જિનેશ્વરના શાસનમાં આઠ મહિના સુધી સમજ, એમ ટીકાકાર લખે છે.
જ્યારે શરીરની સ્થિતિ એવી થાય કે આત્માને તે શરીર ઉપયોગનું ન રહે અથવા આત્મા એવી સ્થિતિએ પહોંચે કે આ શરીરે તેને ઉપયોગમાં ન આવે ત્યારે અનશન કરવું, એ અર્થ શાસ્ત્રમાંથી નીકળે છે.
(૨) ઉનેદરી તપનું લક્ષણ નીચે પ્રમાણે છે. बत्तीस किर कवला आहारी कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलयाए अट्ठावीस भवे कवला ॥१॥
પુરૂષને કાળીઆને આહાર પેટને પૂર્ણ કરનાર કહ્યો છે, એટલે પુરૂષને બત્રીસ કવળને આહાર હોય છે, અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવળને આહાર હેય છે. આવું જે ખાવાનું માપ હોય તેના કરતાં ઓછું ખાવું તે ઉણોદરી તપ. આ દ્રવ્ય તપ છે, અને ક્રોધ વગેરેનું પરિણામ ઘટાડવું, તે ભાવ ઉદરી તપ સમજવો..