________________
છે. તેથી જે દોક્ષા માતાપિતાને ઉગ કરનારી હોય તે ન્યાયયુક્ત ગણાય 'નહિ, એવું શ્રી હરિભદ્રસૂરિએ અષ્ટકચ્છમાં માતૃપિતૃ ભક્તિમાં લખેલું - છે, તે પણ આ સ્થળે સ્મરણ રાખવા યોગ્ય છે. દીક્ષા આપતી વખતે મુહૂર્ત વગેરે તપાસવું. ત્યાર પછી નવદીક્ષિતે કેમ વર્તવું તે બતાવવામાં આવ્યું છે. અને આ પ્રમાણે જે શાસ્ત્રાધારે નથી વર્તતો તે યતિ પણ ન કહેવાય તેમ ગૃહસ્થ પણ ન કહેવાય એમ જણાવી - આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે.
યતિપણું એ તરવારની ધાર પર ચાલવા જે દુષ્કર માર્ગ છે, છતાં જે મનુષ્ય સંસારનું સ્વરૂપ યથાર્થ જાણ્યું હોય, તેના પર વૈરાગ્ય આવ્યો હોય અને મોક્ષ તરફ ખરી ભક્તિ જાગૃત થઈ હોય તો, તે યતિધર્મ યથાર્થ પાળી શકાય. આ પ્રમાણે જણાવી યતિ વ્રતના સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. તે પછી સાપેક્ષ યતિધર્મમાં યતિએ કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરવી, કેઈને પણ ઉગ ન થાય તેમ કેવી રીતે પ્રવર્તવું, તથા વિસ્થાને - ત્યાગ કર વગેરે બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પછી દીક્ષા લેવાને કેટલી જાતના પુરુષ, કેટલી જાતની સ્ત્રીઓ, અને કેટલી જાતના નપુંસકે અયોગ્ય છે, તેનું લંબાણથી વર્ણન કરેલું છે. તે પછી યતિએ બ્રહ્મચર્યની નવવાડોનું રક્ષણ કરી શીલવતને અતિ શુદ્ધ રીતે પાળવું જોઈએ. એ ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. તે પછી સંલેખનાનું સ્વરૂપ પણ આપવામાં આવ્યુ છે એને છેવટે નિરપેક્ષ યતિ ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ રીતે પાંચમું પ્રકરણ સમાપ્ત થાય છે.
છા પ્રકરણને પ્રારંભ સાપેક્ષ યતિધર્મ તથા નિરપેક્ષ યતિધર્મ પાળવાને કેવા કેવા ગુણવાળા પુરુષો લાયક છે, તે સંબંધમાં બહુ સારી રીતે સમજાવેલું છે, અને શાસનની સ્થિરતા માટે તથા લોકોને - જ્ઞાન મળતું રહે તે માટે સાપેક્ષ યતિધર્મની વિશેષ આવશ્યકતા બતા