________________
અનિત્ય માનવામાં શાં શાં દૂષણો આવે છે, એ જણાવી સ્યાદ્વાદશૈલી, પ્રમાણે આમા નિત્યનિત્ય છે, એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. તે પછી બાર ભાવનાઓનું વર્ણન કરેલું છે, અને ભાવનાઓ રાગદ્વેષને ક્ષય કરવામાં મુખ્ય કારણભૂત છે, એમ જણાવવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં આપેલું બાર ભાવનાઓનું સ્વરૂપ પ્રતિદિન મનન કરવા યોગ્ય છે.
ત્રીજું પ્રકરણ ગૃહસ્થના વિશેષ ધર્મને લગતું છે. જ્યારે મનુષ્ય ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ સમજી વૈરાગ્ય આવવાથી કાંઈક વ્રત. લેવાની રૂચિવાળા થાય ત્યારે કેવી રીતે તેને વ્રત આપવાં તે બતાવી બાર વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, એ રીતે બાર વ્રતનું વર્ણન કરી દરેક વ્રતને લગતા પાંચ પાંચ અતિચારોનું કથન કરી, તે અતિચારો ત્યાગવાપૂર્વક શ્રાવકે બાર વ્રત કેવી રીતે પાળવા તે આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે. અતિચાર ન લાગે તે માટે કેવી ભાવના રાખવી, અને ગૃહસ્થને વિશેષ ધર્મ જાણવાવાળાનાં સામાન્ય કામો પણ કેવા પ્રકારનાં હેય, તથા તેની દિનચર્યા કેવી હોય તે બધું વર્ણવવામાં આવ્યું છે. છેવટમાં મૌત્રી વગેરે ચાર ભાવનાનું સ્વરૂપ બહુ વિચારવા યોગ્ય છે.
ચોથા પ્રકરણમાં વિશેષ ગૃહસ્થ ધર્મ પાળી દીક્ષા લેવાને આવનાર શિષ્યમાં કયા સોળ ગુણો જોઈએ તથા તેને દીક્ષા આપનાર ગુમાં કયા પંદર ગુણો જોઈએ, તે બાબતમાં શાસ્ત્રકારે ખુલ્લી રીતે પોતાના વિચારો દર્શાવ્યા છે. તે વિચારોનું અનુકરણ કરવામાં આવે તે કલેશ કંકાસનાં કારણે ઓછાં ઉદ્દભવે, માટે એ વિષય જૈન કામના ભાવી હિતને ખાતર ખુબ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આ સંબંધમાં જુદા જુદા આચાર્યોના અભિપ્રાય આપી પ્રથકાર પિતાને અભિપ્રાય સ્પષ્ટ શબ્દોમાં આપે છે. દીક્ષા લેવા આવનારે માતપિતાની તથા વડીલોની અનુમતિ લેવી જોઈએ. દીક્ષા સર્વ જનને હિતકારી