________________
= આવ્યાં છે. ગૃહસ્થ અંતરંગ છ શત્રુ એ વિનાશ કરવા મથવું જોઈએ. તે છ અંતરંગ શત્રુઓનું વર્ણન અને તેમને જીતવાના ઉપાયો સંબંધી પુષ્કળ લખવામાં આવ્યું છે. કેવા ઘરમાં રહેવું, - ભજન કેમ કરવું, શરીર કેમ સાચવવું, ઉચિત પહેરવેશ રાખ, શક્તિના પ્રમાણમાં વ્યય કર, કોઈને ઉગ થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ, પિતાના હાથ નીચેના મનુષ્યોનું પાલનપોષણ કરવું, માતપિતાની ભક્તિ કરવી; આ રીતે ૩૫ માર્ગાનુસારીના–અર્થાત જૈન માગને અનુસરવા, અધિકારી બનાવનારા-ગુણોનું વર્ણન આપી, દરરોજ ધર્મ શ્રવણ કરવાની આવશ્યકતા બતાવી, આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે.
બીજા પ્રકરણનું નામ દેશનાવિધિ છે, અને તેના પ્રારંભમાં ઉપદેશકમાં કયા ગુણોની આવશ્યકતા છે, અને ઉપદેશકે કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી કેવા અધિકારી પાસે કેવી રીતે બંધ આપવો તેનું ઘણું સુંદર અને બેધક વર્ણન કર્યું છે. જે બાબતમાં પિતે ઉપદેશ આપતો હોય તે ગુણ તે ઉપદેશકમાં હોવો જ જોઈએ, અર્થાત ઉપદેશ પ્રમાણે વર્તન હોવું જોઈએ. એ સંબંધમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રસંગોપાત જ્ઞાનાચાર, દર્શનાચાર, વિચાર અને ચારિત્રાચારનું વર્ણન કરેલું છે; તે પછી પુણ્યના ફળ રૂપે દેવની સમૃદ્ધિ, શુદ્ધ કુળમાં જન્મ, સર્વ બાબતની અનુકૂળ સામગ્રી, તથા પાપના ફળરૂપે નરકનાં દુઃખ, ખરાબ કુળમાં જન્મ વગેરે દુઃખની પરંપરા • ઉપદેશકે જણાવવી. પ્રસંગે પ્રસંગે જ્ઞાનની પ્રશંસા કરવો, પુરુષાર્થનું
માહાસ્ય બતાવવું. આ પ્રમાણે પ્રથમ ધર્મના સામાન્ય તત્તનું નિરૂપણ કરવું. અને જ્યારે કોઈ પણ જીજ્ઞાસુની વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, ત્યારે સિદ્ધાંતની વાત તેના આગળ કહેવી. તે પછી સુવર્ણની ત્રણ કસોટીઓ કષ, છેદ અને તાપ ધર્મને કેમ લગાડી - શકાય તે બતાવી આત્માને કેવળ નિત્ય માનવામાં તેમજ કેવળ