________________
બુદ્ધિબળ પ્રમાણે-જ્ઞાનના ક્ષયોપશમ પ્રમાણેઘણો પ્રકાશ મળશે. આ રીતે મનન કર્યા પછી વિવેચન વાંચવું, અને પોતે વિચારેલા અર્થમાં અને વિવેચનમાં કેટલું સામ્ય છે, અથવા કેટલું અંતર છે તે તપાસવું.. અને વિવેચનમાં વિશેષ શું આપેલું છે, તે સમજવા પ્રયત્ન કરવો. આ રીતે જો આ ગ્રન્થ વાંચવામાં આવે તે ઘણું થડા સમયમાં તે મનુષ્યની વિચાર કરવાની શક્તિ સારી રીતે ખલે, અને ગ્રન્થનું સ્વરૂપ પણ યથાર્થ સમજવામાં આવે. અને આવી રીતે સમજપૂર્વક મેળવેલું જ્ઞાન કાર્યરૂપે પરિણામે, અર્થાત તે વાંચીને તે પ્રમાણે વર્તન થાય.. જે આમ થાય તે પછી આ પુસ્તકના ઉપકારની કેટલી મહત્વતા !
આટલું ઉપઘાતરૂપે જણાવી હવે આ ગ્રન્થના આઠ પ્રકરણમાં શી શી બાબતો આવેલી છે. તેનું ટુંક સ્વરૂપ અત્રે આપવા. ઈચ્છા છે. પ્રથમ પ્રકરણનું નામ ગૃહસ્થ ધર્મ વિધિ છે. આ પ્રકરણનો પ્રારંભ ધર્મની વ્યાખ્યા આપીને કરવામાં આવ્યો છે, મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ આ ચાર ભાવના સહિત જે સદનુષ્ઠાન. કરવામાં આવે તે ધર્મ છે. ચાર ભાવનાઓ એ ધર્મના બીજ રૂપે છે. જેનામાં આ ચાર ભાવનાઓ નથી, તે ખરી રીતે ધર્મની પ્રાપ્તિ માટે અનધિકારી છે, એમ કહીએ તે તેમાં કાંઈ ખોટું નથી.
તે પછી ઘર્મના બે વિભાગ પાડવામાં આવ્યા છે, ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ. ગૃહસ્થ ઘર્મના પણ બે વિભાગ પાડવામાં આવ્યા છે, (૧) સામાન્ય ગૃહસ્થ ધર્મ અને (૨) વિશેષ ગૃહસ્થ ધર્મ. આ વિભાગમાંથી આ પ્રથમ પ્રકરણમાં સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન. કરવામાં આવ્યું છે.
શ્રાવકે ન્યાયથી જ ધન પેદા કરવું એ સંબંધમાં ઘણું સારી દલીલોથીજ વિષયને બહુ સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે પછી લગ્ન સંબંધ કેવા કુટુંબ જેડે બાંધવો, અને સ્ત્રીઓ પિતાનો ધર્મ કેવી રીતે પાળે તેને માટે ચાર સાધને બતાવવામાં .