________________
૨૦
ગ્રંથ અંગે ટૂંક વિવરણ
શ્રીમદ્ હરિભદ્રસૂરિએ રચેલા ગ્રન્થમાં ઘણી વિખ્યાતિ પામેલ આ ધર્મબિંદુ ગ્રન્થ છે. આ ગ્રંથ વિશેષ લોકપ્રિય થવાનું ખાસ : કારણ એ છે કે એમાં શ્રાવક તથા સાધુ બને વર્ગનાં કર્તવ્યોનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રન્થના આઠ પ્રકરણું પાડવામાં આવ્યા છે, તેમાંના પ્રથમના ત્રણ પ્રકરણમાં શ્રાવક સંબંધી વૃત્તાન્ત: છે, અને છેવટના પાંચ પ્રકરણમાં સાધુઓનાં કર્તવ્ય અને છેવટે તીર્થકર પદ પ્રાપ્તિ સુધીના ઉપાય સૂચવેલ છે.
આ ગ્રન્થમાં દરેક વસ્તુ તેના ક્રમમાં ગોઠવવામાં આવી છે, તેથી પ્રથમથી તે છેવટ સુધી મનુષ્ય કેમ વર્તવું તે પદ્ધતિસર બતા-. વવામાં આવ્યું છે, અને એક પછી બીજું સૂત્ર અમુક નિયમાનુસાર આવેલું છે, તેથી તે સ્વાભાવિક લાગે છે, અને વાંચનારને વિષયની. ખુબી તરત સમજાઈ જાય છે.
આ ગ્રન્થ ઉપદેશક ગ્રન્થ છે, એટલે કે તેમાં લખેલી સૂચનાઓ કેવળ વાંચીને બેસી રહેવાનું નથી, પણ તે સૂચનાઓ પ્રમાણે વર્તવામાં આવે તો મનુષ્ય અહિક તેમજ પારમાર્થિક લાભ ઘણુંજ સુગમતાથી. મેળવી શકે. દરેક ઉપદેશ વાક્યનું ફળ પણ સાથેજ બતાવવામાં આવ્યું છે; અર્થાત તમે આ પ્રમાણે વર્તશો તે તમને અવશ્ય આ પ્રમાણે ફળ મળશે.
આ ગ્રન્થમાં નાનાં નાનાં વાક-સૂત્રો આપેલાં છે, અને તે ઉપર શ્રી મુનિચંદ્રસૂરિએ ટીકા લખેલી છે. સૂત્રોની ભાષા પણ એવી સ્પષ્ટ છે કે જે કઈ મનુષ્ય તેના ઉપર શાન્ત ચિત્તથી મનન કરે તે તે સૂત્રોનું રહસ્ય આપોઆપ સમજાઈ જાય. પ્રથમ વિવેચન વાંચ્યા પહેલાં જે સત્રને અર્થ વિચારી તેપર મનન કરવામાં આવે તો પિતાના.