________________
ધર્મબિન્દુ વળી ભનો નાશ કરે, ક્ષમા અંગીકાર કરવી, અભિમાન દૂર કરો, પાપના કાર્યમાં આનંદ પામવો નહિ, સત્ય બોલવું સાધુ પુરૂષોના માર્ગે ચાલવું. જ્ઞાની પુરૂષોની સેવા કરવી, માનવા.
ગ્ય માણસોને માન આપવું, દુશ્મનને મનાવી લેવા, પિતાના ગુણ ગુપ્ત રાખવા, કીર્તિનું રક્ષણ કરવું, દુઃખી પુરૂષો ઉપર દયા કરવી. આ સર્વ સારા માણસનાં લક્ષણ છે.
આ પ્રમાણે પ્રથમ સામાન્ય ગુણને ઉપદેશ દાખલા લીલે. સહિત આપો. तथा सम्यत्त्वादधिकाख्यानमिमि ॥४॥
અર્થ–સમકિતથી અધિક ગુણનું આખ્યાન કરવું.
ભાવાર્થ:–ઉપર પ્રમાણે સામાન્ય ગુણોનું વર્ણન કરતાં એમ જણાય કે તે દેશના સાંભળવાને ઉસુક થયેલે પુરૂષ આવા ગુણના વર્ણનમાં રસ લે છે, તે પછી ઉચ્ચ ગુણનું વર્ણન તેની સન્મુખ કરવું. पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ १।।
હિંસા ન કરવી. સત્ય બેલવું, ચોરી ન કરવી, દાન કરવું (અથવા પરિગ્રહની મર્યાદા રાખવી.) મિથુન ન સેવવું. આ પાંચ બાબતો સર્વ ધર્મવાળા અંગીકાર કરે છે. જેટલા આર્ય ધર્મો છે, તે સર્વ આ પાંચ વાતને અંગીકાર કરે છે. બુદ્ધ ધર્મમાં તેને પણ શીળ (પાંચ શીલ) કહે છે. વેદાન્તમાં તેને પંચ યમ કહે છે. માટે પ્રથમ તેને ઉપદેશ આપે. પણ શ્રેતા (સાંભળનાર) ને આવી બાબતમાં રસ ન પડે તે ઉપદેશકે શું કરવું તે શાસ્ત્રકાર કહે છે
तथा अबोधेप्यनिन्देति ॥५॥ અર્થ–ગુણને બંધ ન થાય તે પણ નિન્દા ન કરવી.
ભાવાર્થઉપદેશક ઉપર જણાવ્યા પ્રમાણે શ્રોતા આગળ સામાન્ય તથા વિશેષ ગુણનું વર્ણન કરે; છતાં શ્રોતાના મન ઉપર