________________
અધ્યાય-૨
[ ૯૭
અસર ન થાય, અથવા શ્રોતા બરાબર ન સમજે, તેા ઉપદેશકે ચીડાઈ જવું નહિ, તેમજ તેની નિન્દા કરવી નહિ. “તું મંદ બુદ્ધિવાળા છે અમે તને સમજાવવાને આટલા બધા યત્ન કર્યાં, છતાં તું તેા પત્થર તુલ્ય રહ્યો ? તું તા મિથ્યાત્વી છે ? તને કાંઈ સમજણુ પડતી નથી ?” આવા અથવા એવા અર્થવાળા શબ્દોમાં સાંભળનારને તિરસ્કાર કરવા, એ ઉપદેશકને ઉચિત નથી; કારણ કે તેમ કરવાથી તે શ્રાતાના મનમાં રહેલી જીજ્ઞાસા દૂર જતી રહે છે, અને હુ” ઉપદેશ ગ્રહણ કરવાને યોગ્ય નથી એવા વિચાર તેના મનમાં થાય છે, અને તેથી સાંભળવા તરફના તેને ભાવ ઘટી જાય છે.
તા તેવા સમયમાં ઉપદેશકે શું કરવું તે જણાવે છેઃ— શુશ્રૂષામાવરણમિતિ. ાદ્દા
અ—સાંભળવાની ઇચ્છા થાય તેવા ભાવ શ્રોતામાં ઉત્પન્ન કરવા.
ભાવા—તે જીવને સાંભળવાની ઈચ્છા થાય, તેવી રીતે ધ શાસ્ત્ર સ`ભળાવવા ઉપદેશકે પ્રયત્ન કરવા. કારણ કે જ્યાં સુધી શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા જાગૃત થઈ નથી, ત્યાં સુધી ઉપદેશ આપવાથી અનર્થ થવાના સંભવ છે. કહ્યું છે કેઃ— स खलु पिशाचकी वातकी वा यः परेऽनर्थिनि वाचमुदीरयति ॥
જેને સાંભળવાની ગરજ નથી તેની સન્મુખ એકલનાર ખરેખર પિશાચકી અથવા વાયડા જેવા છે. જેમ કાઈના શરીરમાં ભૂત અથવા પિશાચે પ્રવેશ કર્યા હાય તે ગમે તેમ કે, તે સ નિષ્ફળ છે, તેમ સાંભળવાની ગરજ વિનાના પુરૂષને ઉપદેશ આપવા તે ભેંસ આગળ ભાગવત” સમાન છે. જેને કાઈ પણ પ્રકારના વાયુના ઉન્માદ (ગેલછાં) થયા હોય. તનું ખેલવું અ` વગરનુ છે તેમ જીજ્ઞાસા વગરના માણસને ખેાધ આપવા, તે નિષ્ફળ છે.