________________
અધ્યાય-૨
[ ૯૫ तृष्णां छिन्धि भज क्षमा जहि मदं पापे रतिं मा कृथाः सत्यं ब्रूहि अनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् ॥३॥ मान्यान्मानय विद्विषोप्यनुनय प्रछादय स्वान् गुणान् । कीर्ति पालय दुःखिते कुरु दयां एतत्सता लक्षणम् ॥४॥
અર્થ : સત્પાત્રને દાન આપવું તે છાનું આપવું, પણ લેક પ્રશંસા માટે ન આપવું. જમણે હાથ જે કરે તે ડાબે હાથે ન જાણે તેમ દાન આપવું. કેઈ અતિથિ કે પરોણી, અથવા સપુરૂષ પિતાને ઘેર આવે, તે “અમારૂ મોટું ભાગ્ય” એમ વિચારી બીજા બધાં કામ પડતાં મૂકી પ્રીતિ થાય તેમ તેની આગતાસ્વાગતા કરવા તત્પર થવું. કેઇનું ભલું કરીને મૌન રહેવું, પણ અમુક માણસ ઉપર મેં આવો ઉપકાર કર્યો છે, એમ પિતાના મુખે કદાપિ કહેવું નહિ; કારણકે તે તો હલકા માણસનો સ્વભાવ સૂચવે છે. પારકાએ જે પિતાના ઉપર ઉપકાર કર્યો હોય તે સભા સમક્ષ તેના ગુણનું વર્ણન કરવું, કારણ કે તેથી સામાં મનુષ્યને વિનય સચવાય છે, અને અન્ય પ્રીતિ વધે છે, તથા તે માણસ બીજાને તે ઉપકાર કરવા વધારે ઉત્સુક બને છે.
લક્ષ્મીની પ્રાપ્તિમાં અભિમાન ધારણ ન કરો કારણ કે સ્વભાવે તે અસ્થિર છે. લાંબે સમય એક સ્થળે ઠરીને બેસતી નથી. બીજાની સારી વાતો કરવી, પણ બીજાને પરાભવ થાય તેવી વાત કદાપિ કરવી નહિ. બધી બાબતમાં સંતોષ ધારણ કરે, પણ શાસ્ત્રશ્રવણ કરવામાં કદાપિ સંતોષ વૃત્તિ રાખવી નહિ. આવા ગુણો ઉત્તમ કુળના પુરૂષો સિવાય બીજામાં શી રીતે વાસ કરી શકે ?