________________
અધ્યાયજ્યારે ક્ષેત્ર બરાબર હોય ત્યારે તેમાં વાવેલું બીજ સારી રીતે ઉગે છે, જેમ ભીંત ચોખી અને સફાઈદાર બનાવવામાં આવી હોય, ત્યારે તે ઉપર કરેલું ચિત્રામણ શોભે છે. તેમ પ્રથમ પ્રકરણમાં. જણાવેલા ગૃહસ્થના લક્ષણ જે માણસમાં આવેલાં હોય છે, તે ધર્મને. ઉપદેશ ગ્રહણ કરવાને યોગ્ય અધિકારી ગણાય છે. શાસ્ત્રકાર તેજ બાબતને સાબિત કરતા જણાવે છે કે –
प्रायः सद्धर्मबीजानि गृहिष्वेवंविधेष्वलं । रोहन्ति विधिनोप्तानि यथाबीजानि सक्षितौ ॥१॥
અર્થ : સારી પૃથ્વીમાં વિધિ સહિત વાવેલાં બીજ ઉગે છે, તેમ ઉપર જણાવેલા લક્ષણવાળા ગૃહસ્થમાં વિધિ સહિત વાવેલાં સદુધર્મના બીજ પ્રાયઃ ઉગે છે.
સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગૂ ચારિત્રરૂપ સધર્મના કારણે નીચે પ્રમાણે છે.
दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च ।
औचित्यासेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥२॥ દુખી પુરૂષો ઉપર અત્યન્ત દયા કરવી, ગુણી પુરૂષ ઉપર છેષ ન રાખવો, અને સર્વ સ્થળે પક્ષપાત વિના ઔચિત્ય માર્ગનું સેવન કરવું.
જે પુરૂષે કુળ ક્રમથી ચાલતા આવેલા નિંદારહિત, અને ન્યાયસહિત માર્ગમાં વિચરે છે, તેવા ગુણ પાત્ર ગૃહસ્થામાં ધર્મના બીજ ફળે છે, તેવા માણસને ધર્મ શ્રવણું કરવાની ઈચ્છા થાય છે. ધર્મનાં તત્વનું ચિંતવન કરવા તેઓનું હૃદય પ્રેરાય છે, કારણ કે તેવા પુરૂષમાં ગુણાનુરાગ બહુ જ હેાય છે; અને ગુણાનુરાગ તેમને