________________
અધ્યાય-૧
છીએ પણ જ્યાં સુધી આ પ્રકરણમાં જણાવેલા ગૃહસ્થના સામાન્ય ધર્મ પાળવા આપણે તૈયાર થતા નથી ત્યાં સુધી ઉપર જણાવેલી બાબતો કાચા પાયા ઉપર ઈમારત બાંધવા તુલ્ય છે. આ ઉપરથી કહેવાનો આશય એ નથી કે ધર્મના ઉચ્ચ તો ન જાણવા; પણ શરૂઆત જ્યાંથી કરવી જોઈએ ત્યાંથી કરવી ઘટે છે, નહિ તો પરિણામ જેવું જોઈએ તેવું સારું આવતું નથી. માટે વાંચી, વિચારીને અમલમાં મૂકાય તેટલે જ લાભ છે. તેજ બાબતને સિદ્ધ કરતાં શાસ્ત્રકાર આ પ્રકરણની સમાપ્તિ બે કલેકથી કરે છે –
दुर्लभ प्राप्य मानुष्यं विधेयं हितमात्मनः । करोत्यकाण्ड एवेह मृत्युः सर्व न किंचन ॥१॥ सत्येतस्मिन्नसार संपत्स्वविहिताग्रहः । पर्यन्तदारुणामुच्चैधर्मः कार्यों महात्मभिः ॥२॥
દુર્લભ મનુષ્ય જન્મ પામીને, આત્માનું હિત કરવું એજ ઘટિત છે. કારણ કે મૃત્યુ અચાનક આવી આ દુનિયામાં વસ્તુ માત્રને હતી નહતી કરી નાખે છે. આ પ્રકારની સ્થિતિ વિચારીને પરિણામે દુઃખ દેનારી અસાર સંપત્તિમાં બહુ આગ્રહ રાખ્યા સિવાય આત્માર્થી પુરૂષોએ ઉચ્ચ પ્રકારે ધર્મ સેવન કરવું.
આ રીતે ધર્મ બિન્દુમાં સામાન્ય ગૃહસ્થ ધર્મને દર્શાવનારા પ્રથમ અધ્યાય સંપૂર્ણ થયો.