________________
અધ્યાય-૨
[ ૯૧ ગુણી પુરૂષ તરફ ખેંચે છે, પછી ગુણી પુરૂષોનાં વચને સાંભળી અંગીકાર કરે છે. અને ગુણી પુરૂષોના વચને તે ધર્મના સૂત્રે સમાન હવાથી ધર્મ તત્વનું ચિંતન પણ આ રીતે થાય છે. માટે ગુણાનુરાગ એજ સધર્મનું બીજ છે. કહ્યું છે કે –
वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तच्चिन्ताद्यङ्करादि स्यात् फलसिद्धिस्तु निवृत्तिः ॥
સપુરૂષની પ્રશંસા તે ધર્મનું બીજ છે. અને ધર્મ સંબંધી ચિંતન કરવું તે બીજના અંકુરા રૂપ છે; અને મોક્ષ એ. ધર્મને ફળ સિદ્ધિરૂપ છે.
આજ ઉપમાને વધારે ખુલ્લી રીતે જણાવીએ તેचिन्तासच्छ्त्यनुष्ठानदेवमानुषसंपद । क्रमेणाङ्करसत्काण्डनालपुष्पसमा मताः ।।
ધર્મનું ચિંતન અંકુરા સમાન છે, ધર્મશ્રવણ ડાળ સમાન છે, ધર્મનું અનુષ્ઠાન નાલ (થડ) સમાન અને દેવતા મનુષ્યની સંપત્તિ તે પુષ્પ સમાન છે.
બીજ વાવ્યા પછી પ્રથમ અંકુરા ફુટે, પછી ડાળાં થાય, પછી પત્ર આવે, પછી પુષ્પ આવે, અને પછી ફળ આવે, તેમ ધર્મમાં પણ ક્રમ સમજવો. સામાન્ય મનુષ્યો તે પગથીએ પગથીએ ચડીને ઉંચે જઈ શકે છે. તે માટે ધર્મશાસ્ત્રમાં ગુણસ્થાનકનાં ચૌદ પગથીયા કહેલાં છે, માટે સામાન્ય નિયમ તે ક્રમવાર ધર્મના ઉચ્ચપગથીએ ચડવાનો છે.
જે સારું પાત્ર ન હોય તે ધર્મબીજનું શું થાય છે, તે શાસ્ત્રકાર હવે જણાવે છે.
बीजनाशो यथाऽभूमौ प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानामपात्रेषु विदुर्बुधः॥