________________
ધમબિન્દુ અર્થ : સર્વ કાર્યમાં કદાગ્રહનો ત્યાગ કરે.
ભાવાર્થ-બેટી બાબત વિષેને આગ્રહ તેને કદાગ્રહ કહેવામાં આવે છે. જ્યારે માણસ અમુક બાબતની ખોટી હઠ લે છે ત્યારે પિતાની વાત સિદ્ધ કરવાને કેવા માગે જવું પડે છે તેને વિચાર કરતો નથી. અન્યાય માગને પણ સ્વીકાર કરે છે. માટે કદાગ્રહ તે નીચ પુરૂષનું લક્ષણ છે.
આ કદાગ્રહ અજ્ઞાનતાથી અને લેભી યા સ્વાર્થ વૃત્તિથી જાગૃત થાય છે માટે ખરૂં જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે. વસ્તુનું ખરૂં જ્ઞાન થતા તે બાબતની ખોટી હઠ તે માણસ પોતાની મેળે મુકી દેશે. કેટલીકવાર માણસો જાણવા છતાં સ્વાર્થના કારણે અમુક બાબતમાં ખોટે આગ્રહ. કરે છે. પણ આવો કદાગ્રહ બહુ જ નિન્દનીય છે. કારણ કે છેવટ તે. સત્ય વાતજ ખરી ઠરે છે, કહ્યું છે કે,
दर्पः श्रमयति नीचान्निष्फलनयविगुणदुष्करारम्भौः । स्रोतो विलोभतरणैर्व्यसनिभिरायास्यते मत्स्यैः ।।१।।
જેમ વ્યસની માછલીઓ પાણીના પ્રવાહ સમ્મુખ ચાલી પોતાના આત્માને નિષ્ફળ પ્રયાસ આપે છે. તેમ નીચ પુરૂષનું અભિમાન. ફળરહિત, અન્યાય યુક્ત છે અને તે ઘણા જ મુશ્કેલ કામોને આરંભ તેમની પાસે કરાવીને, તેમને મિથ્યા કલેશ આપે છે. માટે કદાગ્રહ એ અન્યાયયુક્ત હલકે પ્રયાસ છે. તેને ત્યાગ કરવા એ ગૃહસ્થને ધર્મ છે.
ગુણપક્ષપાત તથા ગુપક્ષાવિતિ અર્થ : ગુણને વિષે પક્ષપાત કરે અથવા ગુણાનુરાગ રાખો.
ભાવાર્થ-ગુણાનુરાગ એ સૌથી ઉત્તમ ગુણ છે. તે ગુણ: જેનામાં આવ્યો તે ધીમે ધીમે ખરેખરે ગુણ થવાનો એ નિઃશંસ છે