________________
અધ્યાય-૧
[ ૮૩
આત્મઋદ્ધિ માટે ધર્મની જરૂર છે. અને તે ધર્મનું શ્રવણ પણ ભાવ અને રૂચિ-સહિત કરવું. ધર્મ સાંભળવામાં કેવા રૂચિ રાખવી ? તેના જવાબમાં ટીકાકાર કહે છે કે સુંદર રૂપવંતી યુવતી જેની પાસે બેઠેલી હોય, જે ભરયૌવનના મદમાં મહાલતા હોય, એકાંત હેય અને તેવા સમયમાં કિન્નરનું કર્ણવેધક ગીત ચાલતું હોય તે સાંભળવાની જેવી રૂચિ તે યુવાનને થાય છે, તેવી રૂચિ ધર્મશ્રવણમાં રાખવી.
ધર્મશાસ્ત્રમાં સુવચન જ હોય છે, અને તેનું શ્રવણ કરવાથી અગણિત ગુણ મળે છે. કહ્યું છે કે –
क्लान्तमुपोज्झति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्तसुभाषितं चेतः॥
અર્થ : ઉપયોગ કરાયેલું સુવચન ગ્લાનિ પામેલા પુરૂષના ચિત્તના ખેદને દૂર કરે છે, તાપ પામેલા ચિત્તને શાંતિ આપે છે. મૂઢને બોધ આપે છે અને વ્યાકુળ ચિત્તને સ્થિર કરે છે. અહા ! સુવચનને પ્રતાપ વર્ણવી શકાય તેમ નથી.
શબ્દો પણ ઘણીવાર દિલાસો આપે છે, અને નમ્ર બનાવે છે, આનંદને વધારે છે, દુઃખને શાંત કરે છે. શબ્દો આનંદ આપનારા ખજાના છે, તેમને રાખી મૂકવા એ દુષ્ટ કાર્ય છે. માટે આવા સુવાકો જે શાસ્ત્રમાં કહેલા છે તેવા શાસ્ત્રો નિરંતર સાંભળવાની ટેવ રાખવી. પુરૂષના સમાગમથી સાંભળેલો એક અક્ષર પણ દુઃખના સમયે એવો લાભકારી થાય છે, કે તે જેણે અનુભવ્યું હોય તે જ સમજી શકે, માટે નિરંતર જ્યાં વ્યાખ્યાન વંચાતુ હોય અથવા ધમ સંબંધી ચર્ચા ચાલી રહી હોય ત્યાં જવું અને એક ચિત્તે સાંભળવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
કદાગ્રહ ત્યાગ तथा सर्वत्रानभिनिवेश इति ॥५६॥