________________
૮૨ ]
ધમબિન્દુ | ભાવાર્થ:-ઉતરોત્તર વૃદ્ધિને અનુબંધ કહેવાય છે, માટે ધર્મ, અથ અને કામ એ ત્રણે પુરૂષાર્થની અનુક્રમે વૃદ્ધિ થતી જાય, તેમ પ્રયત્ન કરે. અને આરંભેલા કાર્યને વળગી રહેવું.
કહ્યું છે કે વગર વિચારે કોઈ પણ કાર્યને પ્રારંભ ન કરવો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, પ્રારંભ કર્યો તે અન્ત સુધી તે કાર્યને લઈ જવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે; માટે ગમે તેટલા વિન આવે તે પણ પ્રારંભેલું કાર્ય મૂકવું નહિ. જે માણસ સતત ઉદ્યમી છે તે પ્રાયસિદ્ધિ પામ્યા વિના રહેતું નથી.
તથા જરિતાપેક્ષેતિ ૧૪ II.
અર્થ : કાળને ઉચિત-ગ્ય હોય તેની અપેક્ષા રાખવી.
ભાવાથ–જે કાળમાં જે વસ્તુ ત્યાગ કરવા યોગ્ય હોય તેને ત્યાગ કરવો અને ગ્રહણ કરવા ગ્યા હોય તે ગ્રહણ કરવી. આને નિપુણ બુદ્ધિથી વિચાર કરનારને લક્ષ્મી સ્વયમેવ આવી મળે છે. यः काकिणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्रतुल्याम् । कालेन कोटिष्वपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मी: ।।१।।
જે પુરૂષ ખોવાયેલી એક કેડીને હજાર ના મહેર તુલ્ય ગણીને તેની શોધ કરે છે. તે જ માણસ વખત આવે કરોડો રૂપીઆ આપવા છૂટે હાથ રાખે છે, તેવા સમયના જાણનાર પુરૂષને સંબંધ લક્ષ્મી છેડતી નથી. માટે કાળને ઓળખ, અને સમય પ્રમાણે વર્તવું.
પ્રતિદિન ધર્મશ્રવણ तथा प्रत्यहं धर्मश्रवणमिति ॥५५॥ અર્થ : પ્રતિદિન ધર્મનું શ્રવણ કરવું. ભાવાર્થ-જેમ શરીરના પોષણ માટે ખોરાકની જરૂર છે તેમ