________________
અધ્યાય-૧
[ ૮૧
तथा बलाबलापेक्षणमिति ॥५२॥ અર્થ : પોતાનું બળ અને અશક્તિને વિચાર કરે.
ભાવાર્થ –કેઈપણ કાર્ય આરંભ કરતાં પહેલાં બુદ્ધિમાન પુરૂષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસહિત પિતાનું સામર્થ્ય કેટલું છે અને પિતાનું સામર્થ્ય કેટલું છે, તેનો વિચાર કરવો; કેમકે જે મનુષ્ય પોતાના બળને વિચાર કર્યા સિવાય કાર્ય આરંભ કરે છે તેની બળસંપત્તિને ક્ષય થાય છે અને તેની કાર્ય સિદ્ધિ થતી નથી.
હાલમાં પિતાની શક્તિ દશ હજાર રૂપિયાની હેય અને લાખને વ્યાપાર કરનારા ઘણું દેખાય છે. લાખ રૂપિયાની વ્યાપારમાં કદાચ વીસ હજાર ખાદ ગઈ તે પિતાના દશ હજાર રૂપીઆ તો તેમાં તણાઈ જાય છે અને દશ હજારને માટે દેવાળું કાઢવું પડે છે તેથી પિતાની કીર્તિને હાનિ પહોંચે છે. અને તે માણસ બીજા કામને માટે પણ નાલાયક ઠરે છે. માટે ગજા ઉપરાંત વ્યાપાર તેમજ બીજુ કંઈ પણ કામ ન કરવું.
कः कालः कानि मित्राणि, को देशः को व्ययागमौ । कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥ १ ॥
કાળ કેવો છે? મારા મિત્રો કોણ છે? કો દેશ છે ? ખર્ચ અને આવક કેટલાં છે ? હું કેણ છું ? મારી શક્તિ કેટલી છે? એ બધી વાતને વારંવાર વિચાર કરે.
આ બધાને વિચાર કરી જે માણસો વર્તતા હોય, તે અનેક પ્રકારનાં દુ:ખનાં કારણને સ્વયમેવ નાશ થાય. માટે પિતાનાં સાધનો તથા શક્તિને વિચાર કરી દરેક કાર્યમાં પ્રવર્તવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
तथा अनुबन्धे प्रयत्नः इति ॥५३॥ અર્થ : અનુબન્ધમાં પ્રયત્ન કરે.