________________
૮૦ ]
ધમબિન્દુ तथा अन्यतरबाधासंभवे मूलाबाधेति ॥५१॥
અર્થ : ધર્મ, અર્થ અને કામ, એ ત્રણમાંથી એકમાં વિધા આવે તે મૂળ પુરૂષાર્થને હરક્ત ન થવા દેવી.
ભાવાર્થ-ધર્મ, અર્થ અને કામ એ રીતે ત્રણ વર્ગ છે. તેમાં જે કામને હરક્ત આવતી હોય તો ભલે આવે, પણ ધર્મ અને અર્થનું રક્ષણ કરવું. કારણ કે ધર્મ અને ધન હશે તે કામ તેની મેળે સધાશે. કામ અને અર્થને હરકત થતી હોય તે તે બેનો ત્યાગ કરીને ધર્મનું રક્ષણ કરવું; કારણ કે પ્રથમ જ આપણે જણાવી ગયા છીએ કે ધર્મ ધનના અર્થી પ્રાણીઓને ધન આપનાર છે એને કામી પુરૂષના સર્વ ઈચ્છિત પદાર્થને આપવાવાળે છે, અને ધર્મ તેજ પરંપરાએ સ્વર્ગ અને મોક્ષને આપનાર છે. માટે ગમે તેમ કરીને ધર્મનું રક્ષણ કરવું. કહ્યું છે કે–
धर्मश्चेन्नावसीदेत कपालेनापि जीवति । आढ्योऽस्मीत्यवगन्तव्यं धर्मवित्ता हि साधवः ॥१॥
ભીખ માગીને પિતાનું પિષણ કરનાર માણસ જો ધર્મ સહિત - હોય તે સિદાત નથી. તે વિચારે છે કે હું ધનવાન છું માટે મારે
શા માટે દુખી થવું જોઈએ. સાધુ પુરૂષોને ધર્મ એજ ધન છે. ષષુરૂષ ચરિત્રમાં કહ્યું છે કે –
पुंसां शिरोमणीयन्ते धर्मजनपरा नराः । .
કાકીચને જ સંપદ્ધિસ્ટામિવિ પંપ છે ધર્મને સંચય કરવામાં તત્પર પુરૂષ લોકોના શિરોમણીરૂપ થાય છે. જેમ લતાઓ વૃક્ષને આશ્રય લે છે, તેમ લક્ષ્મી સંપત્તિ ધનિષ્ઠ પુરૂષને આશ્રય લે છે. માટે ધનને બોધ આવે તો ભલે, કામને બાધ આવે તો ભલે, પણ બન્નેના મૂળરૂપ આધારરૂપી ધર્મને બાધ ન આવે તેમ વર્તવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.