________________
અધ્યાય-૧
[ ૭૭ દરિદ્રીની સેવાથી દારિદ્રય પ્રાપ્ત થાય, અને સમર્થની સેવા કરવાથી સામર્થ્ય પ્રાપ્ત થાય, તેમ સારા ગુણ અને ક્રિયાવાળાની સેવા કરવાથી સારા ગુણ અને ક્યિા આપણુમાં સ્વાભાવિક રીતે આવે છે.
उपदेशः शुभो नित्यं दर्शन धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवाफलं महत् ।।१।।
ધર્મચારી પુરૂષોને શુભ ઉપદેશ સાંભળ, તથા નિત્ય તેમનું દર્શન કરવું. અને એગ્ય સ્થાને તેમને વિનય કરે તે પુરૂષોનો સેવા કરવાનું મેટું ફળ કહેલું છે. મહાપુણ્યોદય વિના સપુરૂષોની પ્રાપ્તિ થતી નથી.
ઉચિત ત્રિવર્ગ સાધન तथा परस्परानुपघातेनान्योन्यानुबद्धत्रिवर्गप्रतिप्रत्तिरिति ॥५०॥
અર્થ : એક બીજાને પરસ્પર વિરોધ ન આવે તેવી રીતે ધર્મ, અર્થ અને કામને સ્વીકાર કરે.
ભાવાર્થ :- ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ સમજ. જેથી સારી ગતિ અને મોક્ષ થાય તેને ધર્મ કહેવાય. ધર્મજ મોક્ષ અર્થ અને કામને આપવાવાળો છે. પર્ પુરૂષ ચરિત્રમાં કહ્યું કે –
अर्थः कामश्च मोक्षश्च प्रवर्तन्ते यतस्त्रयः । स श्रीधर्मः कथं न स्यात् करणीयः सदा नगाम् ॥
અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પુરૂષાર્થો ધર્મથીજ ઉત્પન્ન થાય છે, તો તેવો ધર્મ મનુષ્યોને અહર્નિશ કરવા લાયક કેમ ન થાય? અર્થાત્ હંમેશ ધર્મ કરવો જોઈએ.
જેનાથી વ્યવહારિક તથા પારમાર્થિક સર્વે પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ કહેવાય. જ્યાં સુધી મનુષ્ય સંસારવ્યવહારમાં છે ત્યાં સુધી ધન પેદા કરવું એ તેનું કર્તવ્ય છે. જે માણસ સંસારમાં