________________
ઘર્મબિન્દુ પ્રથમ દર્શને આનંદજનક લાગે છે, તેના સંબંધમાં આપણે જ્યારે વધારે આવીએ છીએ, ત્યારે તે વસ્તુ ઉપરની આપણી પ્રીતિ ઓછી થાય છે. તેવી જ રીતે માણસના સંબંધમાં પણ બને છે. શૂરવીર તેના નેકર આગળ શુરવીર નથી. આવી રીતે અતિ પરિચય થવાથી ગુણીજન પ્રત્યે આપણી ભક્તિ ધૂન થાય છે, કહ્યું છે કે
अतिपरिचयादवज्ञा भवति विशिष्टेपि वस्तुनि प्रायः । लोकः प्रयागवासी कूपे स्नानं सदा कुरुते ॥ १ ॥
અતિશય પરિચય કરવાથી સારી વસ્તુ વિષે પણ ઘણે ભાગે અવગણના થાય છે, દાખલા તરીકે પ્રયાગ તીર્થમાં રહેનારા લેકે ગંગામાં સ્નાન કરવું છેડીને નિરંતર કૂવાના પાણીથી સ્નાન કરે છે. માટે અતિ પરિચય ન કરે, જે જેની સાથે ઘટે તે સહવાસ કરવો. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
વૃદ્ધાનુસારિતા तथा वृत्तस्थज्ञानवृद्धसेवेति ॥४९॥
અર્થ : સંયમમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ માણસની સેવા કરવી.
ભાવાર્થ :- સદાચારમાં પ્રવૃત્તિ, અને દુરાચારથી નિવૃત્તિ. તેને વ્રત કહે છે. અને આ ત્યાગ કરવા ગ્ય છે અને આ ગ્રહણ કરવા કે ગ્ય છે. તે બેને વિમાગ કરે તેનું નામ જ્ઞાન. તેવું વ્રત અને જ્ઞાન ધરાવનારા પુરૂષોની સેવા કરવી.
આ જગતમાં એવો નિયમ છે કે માણસ જેની ઉંચ્ચ ભાવના રાખે તે તે થાય. જેની સેવા કરે તેના ગુણ પિતે ઝડણ કરે; માણસ જેને વિચાર કરે છે તેના જે તે થાય છે. માટે આવા ઉચ્ચ પુરૂષની ભક્તિ કરવી, અને તેમના ગુણનું કીર્તન કરવું.