________________
અધ્યાય-૧
[ ૬૧ સ્ત્રી, બાળક અને પિતાના આશ્રયે રહેલાં સ્વજનું રક્ષણ કરવું– એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
અહીં પ્રશ્ન થાય છે કે શું તેમને બેઠે બેઠે આળસુ અને નિરૂદ્યમી બનાવવા ? તેનો જવાબ શાસ્ત્રકાર આપે છે.
તથા યથોચિત વિનિઘોર છે રૂ૫ અર્થ : ઉચિત કાર્યમાં રક્ષણીય વર્ગને જોડ.
ભાવાર્થ-દરેક માણસે કાર્ય કરવું જ જોઈએ. આપણામાં કહેવત છે કે “નવરો બેઠો નખોદ વાળે” “આળશ એ મનુષ્યને કટ્ટર શત્રુ છે અને ઉદ્યમ સમાન કેઈબંધ નથી. માટે તેમને કોઈ પણ પ્રકારના ઉદ્યમમાં લગાડવાં. વૃદ્ધ માત પિતાને ધર્મ કાર્યમાં લગાડવાં, અને બીજા સૌને ઉચિત કાર્યમાં જોડવા.
જે માણસને કાંઈ પણ કામ કરવાનું હેતું નથી, તે પિતાની શક્તિ જુગાર વગેરે અકાર્યમાં વાપરે છે. આવી વતણૂકથી તે માણસ નકામો બને છે, અને પોતાના સ્વામી ઉપર દોષ લાવે છે. આવા પ્રકારની પ્રવૃત્તિ તે અપકાર સમાન છે. કારણ કે તેને પિતાના ભરણુ પિષણની ચિંતા રહેતી નથી તેથી પિતાને સમય ગમે તેવા અકાર્યમાં ગાળતાં શીખે છે, અને તેથી તેની દુર્ગતિ થાય છે. આનું નિમિત્ત કારણ તેને સહાય આપનાર ઠરે છે. માટે તેવા માણસને યોગ્ય કામમાં જોડી તેનું ભરણ પોષણ કરવું, એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
તથા તયોગનેનુ વત્તેતિ ને રૂદ્દ
અર્થ: તે પિષ્ય-રક્ષણીય વર્ગના પ્રયજન સંબંધી લક્ષ રાખવું.
ભાવાથી–પિષ્ય વર્ગને જે જે કામ સોંપ્યું હોય, તે તે કામ તે બરાબર કરે છે કે નહિ તેની બરાબર તપાસ રાખવી. સારૂ કામ