________________
गुरुतत्त्वसिद्धिः
* પાસત્થાઓની સાથે સંગતિ-મૈત્રી કરે.. * હંમેશા અપધ્યાનવાળો (=દુષ્ટ-સૃષ્ટિ ચિત્તવાળો) રહે.
*પ્રમાદથી વસતિ-ઉપાધિ આદિલેવા-મૂકવામાં પ્રેક્ષણ-પ્રમાર્જનશીલ ( જોવા-પ્રમાર્જવા વગેરેના સ્વભાવવાળો) ન રહે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૩)
(૧૬) * માર્ગમાં ‘દવદવાએ=i-તં=જલ્દી-જલ્દી ઉતાવળે ચાલે.. * એ મૂઢ-મૂર્ખ, રત્નાધિકનો (=વિશિષ્ટ જ્ઞાનાદિથી યુક્તનો) તિરસ્કાર કરે છે.. * બીજાની નિંદા, ટીકા-ટીપ્પણી કર્યા કરે.. * કડવાં-કઠોર વચનો બોલે.. * સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા વગેરે વિકથાઓમાં લાગ્યો રહે. (ઉપદેશમાલા શ્લોક-૩૬૪) વળી તે જીવ -
છે.
विज्जं मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खरनिमित्तजीवी, आरंभपरिग्गहे रमइ ।।३६५॥ कज्जेण विणा उग्गह-मणुजाणावेइ दिवसओ सुयइ । अज्जियलाभं भुंजइ, इथिनिसिज्जासु अभिरमइ ।।३६६।। उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरणो ।।३६७।। न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं । चरइ अणुबद्धवासे, सपक्खपरक्खओमाणे ॥३६८।।
– ગુરગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન -
(૧૭) * (દેવી-અધિષ્ઠિત) વિદ્યા, (દવાધિષ્ઠિત) મંત્ર, (વિશિષ્ટ દ્રવ્યના જોડાણરૂપ) યોગનો પ્રયોગ કે ચિકિત્સા (અર્થાત્ દવાનો ઉપચાર) કરે અને ભૂતિકર્મ કરે, અર્થાત્ મંત્રેલી રાખનો પ્રયોગ કરે. (આ બધું તે ગોચરી માટે અથવા સામાનું માન રાખવા કે સત્કાર-સન્માન મેળવવાદિ માટે કરે
છે.)
* અક્ષરનિમિત્તના આધારે (પાઠશાળા-જોષીપણાના આધારે) આજીવિકા ચલાવે..
» આરંભમાં (=પૃથ્વીકાયાદિ જીવોના નાશમાં) અને પરિગ્રહમાં (=અધિક ઉપકરણો ભેગા કરવામાં) રમતો રહે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૫)
(૧૮) * વિના પ્રયોજને ઇન્દ્ર-રાજા વગેરેના અવગ્રહની અનુજ્ઞા માંગે..(દા.ત.થોડી જગ્યાની જરૂર હોય અને ઘણી જગ્યાઓનો અવગ્રહ માંગી રાખે.)