________________
गुर्जरविवेचनसमन्विता
* માર્ગે જતાં ધૂસરી પ્રમાણ ભૂમિને જોયા વગર - ઈર્યાસમિતિના ઉપયોગ વિના ચાલે.
* પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ - એ છકાય જીવોની નિઃશંકપણે વિરાધના કરે. (ઉપદેશમાલા શ્લોક-૩૬૦)
તથા
सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ।।३६१।। खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिनं । गिण्हइ अणुइयसूरे, असणाई अहव उवगरणं ।।३६२।। ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ । निच्चावज्झाणरओ, न य पेहपमज्जणासीलो ।।३६३।। रीयइ य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए। परपरिवायं गिण्हइ, निट्ठरभासी विगहसीलो ॥३६४।।
– ગુરગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચનઃ(૧૩) મુહપત્તિ વગેરે બધી કે થોડી પણ ઉપધિનું પડિલેહણ ન કરે.. * દિવસે પણ સ્વાધ્યાય ન કરે. * રાત્રે લોક સૂતું હોય ત્યારે મોટા શબ્દથી બોલે. * કલહ-કજીયો-ઝગડાઓ કરે.. (રાડો પાડવાનો પ્રેમી હોય.)
* તુચ્છ પ્રકૃતિવાળો તે ગણભેદ (=ગચ્છમાં પરસ્પર ચિત્તભેદ) કરવામાં તત્પર રહે અથવા આમાં જ બે મુદ્દા વિચારવા (૧) અગંભીર હોય, અને (૨) ગણભેદ કરે.. (ઉપદેશમાલા શ્લોક૩૬૧)
(૧૪) * ક્ષેત્રાતીત (=બે ગાઉ ઉપર વહોરેલા) આહાર-પાણી વાપરે.. * કાલાતીત (==ણ પ્રહર પૂર્વે વહોરેલા) આહારાદિ વાપરે.. * માલિકે અથવા ગુરુએ ન આપેલું વાપરે..
* સૂર્ય ઉગ્યા પહેલાં અશનાદિ કે ઉપકરણ વહોરે.. (આ રીતે વહોરવું જિનાજ્ઞાસંમત નથી.) (ઉપદેશમાલા શ્લોક-૩૬૨)
(૧૫) * ખાસ પ્રયોજને આહારાદિ મેળવવા ગુરુએ સ્થાપી રાખેલા અને રોજના માટે ત્યાગ કરેલા શ્રીમંતના કે ભક્તના ઘરોને “સ્થાપનાકુલ' કહેવાય.. આવા સ્થાપનાકુલને સ્થાપી ન રાખે, અર્થાત્ એમાં નિષ્કારણ ગોચરીએ જાય.