SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः सोवइ य सव्वराई, नीसठुमचेयणो न वा झरइ । न पमज्जंतो पविसइ, निसीहियावस्सयं न करे ॥३५९॥ पायपहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । पुढविदगअगणिमारुय-वणस्सइतसेसु निरविक्खो ।।३६०॥ – ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ(૯) * અમુક ગામ, નગર, દેશ, ઉગ્રાદિકુળ, જગ્યા વગેરે પર “આ મારા છે' એવી મમતા રાખે.. * ઋતુબદ્ધ=શેષકાળમાં પણ પાટ-પાટલા પર પ્રતિબદ્ધ રહે, અર્થાત્ તેઓના સેવનમાં આસક્ત રહે.. * “ઘરશરણ'= ઘરના સમારકામમાં, ઉપાશ્રયાદિને રંગાવવા વગેરેમાં અથવા ઘરસ્મરણ'= ઘરે ભોગવેલા ભોગોનાં સ્મરણમાં મગ્ન રહે.. * સુવર્ણ-પૈસા વગેરે સાથે રાખીને ફરે, છતાં હું કોઈપણ ગ્રંથ વગરનોનિગ્રંથ છું' એમ બોલે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૭) (૧૦) *નખ, દાંત, કેશ, રોમની શોભા કરે (અર્થાતુ નખ કાપ્યા પછી સુઘડ કરે, વાળ ઓળે, દાંત ઘસે વગેરે..). * ઘણા પાણીથી હાથ, પગ અને મોટું ધોયા કરે.. * અને આ પ્રમાણે કરવાથી ગૃહસ્થ સરખો હોઈ યતનારહિત બને.. * પલંગ વાપરે.. * સંથારા-ઉત્તરપટ્ટા સિવાય અધિક ઉપધિ સંથારામાં પાથરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૮) (૧૧) * જડ લાકડાની જેમ નિશ્રેષ્ટ બની આખી રાત સૂતો રહે – ઊંધે. અથવા આમાં જ બે અર્થ : (૧) આખી રાત ચારે પ્રહર સૂતો રહે, અને (૨) સૂએ ત્યારે જડની જેમ ઊંધે - ગાઢનિદ્રાવાળો રહે.. * રાત્રી સ્વાધ્યાયન કરે (વાત-વિકથા કરવા દ્વારા સ્વાધ્યાય કરવાનું છોડી દે..) * રાતે પૂજ્યા-પ્રમાર્યા વિના જ વસતિમાં ચાલે. * ઉપાશ્રયાદિમાં પેસતાં નિહિ અને નીકળતાં આવસહી ન કરે. (ઉપદેશમાલા શ્લોક૩૫૯). (૧૨) * માર્ગમાં (વિજાતીય પૃથ્વી પર પ્રવેશતાં) ગામ-નગરમાં પ્રવેશ-નિર્ગમન કરતાં પૂર્વ રજવાળા પગને ન પ્રમાર્જે. પહેલાની રજ પ્રમાર્યા વિના સીધા વિજાતીય પૃથ્વી પર ચાલીએ, તો પહેલાની રજ અને વિજાતીયપૃથ્વી અરસપરસ શસ્ત્ર બને અને તો વિજાતીય પૃથ્વીનો કે વિજાતીય પુથ્વી દ્વારા પહેલાની રજનો ઉપઘાત-હિંસા થાય..) - --- - --- - — — – – – – – – – – – – – – – – –
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy