________________
गुर्जरविवेचनसमन्विता
* દિવસે શયન કરે.. * સાધ્વીએ લાવી આપેલા આહાર વગેરે વાપરે..
સ્ત્રીના ઊડ્યા પછી તેની બેઠકનો ઉપભોગ કરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૬)
(૧૯) * ચંડિલ, માત્રુ, બળખો, ગ્લેખ વગેરેને પરઠવવામાં ઉપયોગ ન રાખે, અજયણા કરે.
* સંથારામાં રહીને કે ઉપધિ ઉપર રહીને અથવા વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે. (ઉપદેશમાલા શ્લોક-૩૬૭)
(૨૦) માર્ગમાં ચાલતાં સચિત્ત પાણી વગેરેની જયણા ન કરે (જોવું, સંઘટ્ટાથી બચવું વગેરે કાળજી ન રાખે.)
* (પગરખા વિના ચાલવા સશક્ત છતાં) પગરખાનો ઉપયોગ કરે.. * ચોમાસાના કાળમાં પણ વિહાર કરે..
* જયાં ઘણા સ્વપક્ષી (=જૈનસાધુઓ) અને બૌદ્ધાદિ પરપક્ષી સાધુઓ હોય, તેવા ક્ષેત્રમાં સુખશીલતાના કારણે એ રીતે વિચારે કે જેથી અપમાન-લઘુતા થાય.. આમ પ્રવચનની લઘુતાના કારણરૂપ ક્ષેત્રમાં વિચરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૮)
તથા તે જીવ
संजोयइ अइबहुयं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ य पायपुंछणयं ।।३६९।। अट्ठमछट्टचउत्थं, संवच्छरचाउमासपक्खेसु । न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ।।३७०।। नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो । पावसुयाणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ।।३७१।। परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहए बालो । विहरइ सायागुरुओ, संजमविगलेसु खित्तेसु ।।३७२।।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ +વિવેચન : -
(૨૧) * સંયોજનાદોષ :- દૂધમાં સાકર, શાકમાં મસાલો-મરચાં વગેરે સ્વાદની લોલુપતાથી ભેગું કરીને વાપરે
* પ્રમાણાતીતદોષ :- વધુ પડતા પ્રમાણમાં આહારાદિ વાપરે.