SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता ओसन्नया अबोही, पवयणउन्भावणा य बोहिफलं । ओसनो वि वरं पिहु, पवयणउन्भावणापरमो ।।३५०।। – ગુરગુણરશ્મિ - શ્લોકાર્ધ - સચિત્ત પાણી, પુષ્પો, ફળો તથા આધાર્મિકાદિ દોષિત સેવનારા અને ગૃહસ્થના કાર્યો યતના વિના સેવનારા- તેઓ મુનિગુણરહિત માત્ર વેષવિડંબક છે.. (૧) વિવેચનઃ* સચિત્ત પાણી પીનારા.. * ગુલાલ-કેવડા વગેરે પુષ્પો, આંબા વગેરે ફળો, આધાકર્માદિ દોષવાળો આહાર - આ બધું લેનારા.. * ગૃહસ્થનાં વેપાર વગેરે કાર્યો કરનારા.. * સંયમધર્મની સાથે લેશમાત્ર પણ મેળ ન બેસે, તેવું આચરણ કરનારા.. આવા અસંયમી-શિથિલાચારી સાધુઓ, માત્ર સાધુવેષની વિડંબના કરનાર છે, લેશમાત્ર પણ પરમાર્થને સાધનારા નથી.. (ઉપદેશમાલા શ્લોક-૩૪૯) તેમને કેવાં અપાયો સર્જાય? તે કહે છે – શ્લોકાર્થ - શિથિલાચારી લોકમાં અવસન્નતા-હીલના પામે છે અને તેઓ અબોધિવાળા (=જૈનધર્મની પ્રાપ્તિ વિનાના) બને છે. (કારણ કે) શાસનની પ્રભાવના જ બોધિરૂપ કાર્યને પેદા કરે છે. પોતે શિથિલ છતાં સુસાધુનાં ગુણપ્રકાશનાદિથી મુખ્યપણે શાસનની પ્રભાવના કરે છે, તે ઓસન્નો છતાં સારો છે. (૨) વિવેચન - તે સર્વ-ઓસન્નો શિથિલાચારી જીવ, પોતાના શિથિલ આચારનાં કારણે આ લોકમાં પરાભવ-હીલના-અવસન્નતા પામે છે.. (લોકો તેને શિથિલાચારી માનીને તુચ્છ ગણે.) અને આવતા ભવમાં તેને જૈનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ દુર્લભ બને છે, કારણ કે તે વીતરાગની આજ્ઞાની વિરાધના કરે છે.. તેના આચારોને જોઈને લોકો પણ જૈનશાસનની નિંદા કરે. આ પ્રમાણે બીજામાં દુર્ભાવ પેદા કરવા દ્વારા પોતે દુર્લભબોધિ બને છે.. - જ્યારે સાધુ પોતાને કર્મપરતંત્ર માને છે અને પોતાના અવગુણોને પ્રકાશિત પણ કરે છે. તે જીવ વાદલબ્ધિ-વ્યાખ્યાન વગેરે દ્વારા શાસનની પ્રભાવના કરે છે અને તે ઓસન્નો હોવા છતાં પ્રશંસનીય છે, સારો છે. (ઉપદેશમાલા શ્લોક-૩૫૦) હવે જે ગુણહીન હોવા છતાં પોતાના આત્માને ઊંચો-ગુણવાન માને છે, તે મિથ્યાદષ્ટિ જ છે - એવું જણાવતા કહે છે.. गुणहीणो गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ, सम्मत्तं पेलवं तस्स ।।३५१।।
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy