SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ९० गुरुतत्त्वसिद्धिः ओसन्नस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स । कीरइ जं अणवज्जं, दढसम्मत्तस्सऽवत्थासु ।। ३५२ ।। पासत्थोसन्नकुसील - णीयसंसत्तजणमहाछंदं । नाऊण तं सुविहिया, सव्वपयत्त्रेण वज्जिति ।। ३५३ ।। – ગુરુગુણરશ્મિ -- ભાવાર્થ + વિવેચન : (૩) ચારિત્ર વગેરે ગુણોથી હીન જે જીવ (‘અમે પણ સાધુ છીએ, તપસ્વી છીએ, જ્ઞાની - ગીતાર્થ છીએ’ એમ કરી) પોતાને ગુણસાગર (ગુણોરૂપી રત્નોથી ભરેલા સમુદ્રસમાન) સાધુઓની તુલ્ય માને-મનાવે છે, તે જીવ ઉત્તમ તપસ્વી-જ્ઞાની-સંયમી વગેરેને (‘આ તો માયાવી ને લોકને ઠગનારા છે, પોતાનું સારું બતાવવા આવું બધું કપટ કરે છે' એમ કરીને) હલકા પાડે છે, (તે મિથ્યાદૃષ્ટિ જ છે, કારણ કે) તેનું સમ્યક્ત્વ નિઃસારસાર વગરનું છે.. (સમ્યક્ત્વ, ગુણવાન પ્રત્યેના પ્રમોદથી સાધ્ય છે.) (ઉપદેશમાલા શ્લોક-૩૫૧) હવે સાધુ, સમ્યક્ત્વધર અવસન્નાદિ કે ગૃહસ્થને જે ઉચિત-નિરવઘ કાર્ય હોય, તે કરી શકે છેએવું જણાવતાં કહે છે – (૪) જિનશાસનની ભક્તિને વરેલો સુસાધુ, જિનાગમથી ગાઢ રંગાયેલા ચિત્તવાળા, દૃઢસમ્યક્ત્વી એવા પાસસ્થાદિ શિથિલાચારી કે એવા સુશ્રાવકનું જે નિરવદ્ય (=ઉચિત) કાર્ય હોય, તે કરે અથવા તેવા અવસત્ર | ગૃહસ્થનું કાર્ય પણ સાધુ કરે તો તે નિરવઘ=નિર્દોષ છે.. પરંતુ તે (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આપત્તિ વગેરે) અવસ્થામાં (કારણે) જ કરે, સર્વદા નહીં.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૨) એ જ વાત જણાવે છે – (૫) પાસસ્થો—જ્ઞાનાદિની માત્ર પાસે રહે એટલું જ, તેને આરાધે નહીં, ઓસન્નો=આવશ્યકાદિમાં શિથિલાચારી, કુશીલ=ખરાબ શીલવાળો, નીય=નિત્ય એક જ સ્થાને વસનારો, સંસક્ત=બીજાના ગુણ-દોષમાં ખેંચાઈ જનાર, અહાછંદો=આગમની અપેક્ષા રાખ્યા વિના પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્સૂત્રની પ્રરૂપણા કરનારો.. આ છને ઓળખીને સુવિહિત સાધુઓએ એમના સંગનો સર્વપ્રયત્ને ત્યાગ કરવો.. (કેમ કે અસત્નો સંગ અનર્થહેતુ છે, ચારિત્રઘાતક છે.) (ઉપદેશમાલા શ્લોક-૩૫૩) હવે પાર્શ્વસ્થાદિ સાધુઓ કેવા હોય ? તેમના લક્ષણો શું ? તેઓમાં કેવી શિથિલતાઓ હોય ? તે જણાવવા હવેની બધી ગાથાઓ કહે છે – 00 बायालमेसणाओ, न रक्खड़ धाइसिज्जपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाइ ।। ३५४ ।। -00
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy