SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આપવાદિકપ્રવૃત્તિની વિચારણા ૪૩ श्रीमहावीरेण ज्ञात्वैव भुक्तं' इति छद्मस्थज्ञानगोचरत्वेन श्रुतव्यवहारभङ्ग एवेति । एतेन 'केवलिनोऽभिप्रायाभावाज्जीवघातादौ सत्यपि न दोषः' इति पराशङ्कापि परास्ता, रेवतीकृतकूष्माण्डपाकपरित्यागानुपपत्तिप्रसक्तेः । किञ्च स्वतन्त्रक्रियावतो ज्ञानपूर्वकप्रवृत्तावभिप्रायाभावं वक्तुं कः समर्थः? न च श्रुतव्यवहारशुद्धमनेषणीयं भुञ्जानः केवली सावधप्रतिषेविता भविष्यति इति शङ्कनीयं, सर्वेषामपि व्यवहाराणां जिनाज्ञारूपत्वेन श्रुतव्यवहारस्य सावद्यत्वाभावात् तच्छुद्ध्याऽऽनीतस्य निरवद्यत्वाद् । अयं भावः-यथाऽप्रमत्तसंयतो जीववधेऽप्यवधकः, 'अवहगो सो उ' त्ति ओघनियुक्ति(७५०) वचनात्, अनाभोगे सत्यप्यप्रमत्ततायास्तथामाहात्म्यात्, यथा चोपशान्तमोहवीतरागो मोहसत्तामात्रहेतुके सत्यपि जीवघाते केवलिवद्वीतरागो नोत्सूत्रचारी च, मोहनीयानुશ્રી મહાવીર પ્રભુએ નિષેધ કર્યો હતો, કેમ કે કદાચ છબસ્થ સાધુ શ્રુતવ્યવહારની શુદ્ધિ પૂર્વક તે લાવે તો પણ રેવતી તો જાણવાની જ હતી કે શ્રી મહાવીર પ્રભુએ જાણવા છતાં અશુદ્ધ પિંડનો ઉપયોગ કર્યો. અને તેથી છબસ્થના જ્ઞાનનો વિષય બનવાથી શ્રુતવ્યવહારનો ભંગ જ ત્યાં સંભવિત હતો, શુદ્ધિ નહિ. કેવલીને હિંસા વગેરેનો અભિપ્રાય ન હોવાથી જીવઘાત વગેરે થવા છતાં કોઈ દોષ લાગતો નથી' એવી શંકાનું પણ આનાથી નિરાકરણ થઈ ગયેલું જાણવું, કારણ કે તો તો પછી રેવતીએ કરેલ કૂષ્માણ્ડપાકનો ભગવાને કરેલ પરિત્યાગ અસંગત બની જાય. તે પણ એટલા માટે કે એ ખાવામાં પણ ભગવાનને અનેષણીય ચીજ ભોગવવાનો અભિપ્રાય ન હોવાથી કોઈ દોષ તો સંભવિત રહેતો જ નહોતો. વળી, તે તે પ્રવૃત્તિ તે તે વ્યક્તિએ સ્વઅભિપ્રાય વિના કરી છે એવું ત્યારે જ કહી શકાય છે કે જો (૧) પોતાનો અભિપ્રાય ન હોવા છતાં અન્યના કહેવાથી એ પ્રવૃત્તિ કરવામાં આવી હોય, અથવા (૨) પોતાના ખ્યાલ બહાર અનાભોગથી જ એ પ્રવૃત્તિ થઈ ગઈ હોય. કેવલી તો કોઈના કહેવા મુજબ નહિ, પણ સ્વતંત્ર પ્રવૃત્તિ કરતાં હોય છે, તેમ જ તેઓને અનાભોગ ન હોવાથી આભોગપૂર્વક જ કરતાં હોય છે. માટે તે તે પ્રવૃત્તિમાં તેઓનો અભિપ્રાય હોતો નથી.” એવું તો કહી જ શી રીતે શકાય? (શ્રુતવ્યવહાર શુદ્ધિના પ્રભાવે અનેષણીય પણ એષણીય-પૂર્વપક્ષ) “શ્રુતવ્યવહારથી શુદ્ધ એવું પણ અનેષણીય ખાનાર કેવલી અનેષણીયપિંડ ખાવારૂપ સાવદ્યને આચરનારા બની જવાની આપત્તિ આવશે” એવી શંકા ન કરવી, કારણ કે તે આહાર નિરવદ્ય જ હોય છે. તે આ રીતે – આગમવ્યવહાર-ઋતવ્યવહાર વગેરે રૂપ બધા વ્યવહારો જિનાજ્ઞારૂપ હોઈ નિરવદ્ય જ છે. માટે શ્રુતવ્યવહાર પણ સાવદ્ય નથી, (કારણ કે નહીંતર જિનાજ્ઞા સાવદ્ય હોવાની આપત્તિ આવે). માટે તેની શુદ્ધિપૂર્વક લાવેલ આહાર નિરવદ્ય જ હોય છે. તાત્પર્ય એ છે કે ‘વો સો ૩ ઇત્યાદિ ઓઘનિર્યુક્તિ (૭૫૦) ના વચનથી, જીવવધ થવા છતાં અપ્રમત્તને જેમ અવધક તરીકે, અનાભોગ હોવા છતાં અપ્રમત્તતાના માહાભ્યના કારણે કહ્યો છે, તેમજ ઉપશાન્તમોહવીતરાગને જેમ મોહની
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy