SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ स्थितं च केवलिनस्तज्जानतो निश्चयनयमतेनाभोक्तव्यमपि श्रुतरूपं व्यवहारनयं प्रमाणीकुर्वनसौ भुङ्क्त एव, अन्यथा श्रुतमप्रमाणं कृतं स्यात्, एतच्च किल न कर्त्तव्यं, व्यवहारस्य सर्वस्य प्रायः श्रुतेनैव प्रवर्त्तमानत्वात्। तस्माद् व्यवहारनयोऽपि बलवानेव, केवलिना समर्थितत्वाद् ।' इति पुष्पमालासूत्रवृत्त्यादिवचनात् केवलिनोऽनेषणीयाहारस्य प्रवृत्तिसिद्धावपि नापवादसिद्धिः, ज्ञानादिहानिभयेन तत्राऽप्रवृत्तेः, श्रुतव्यवहारशुद्ध्यर्थमेव तत्र प्रवृत्तेः, तत्र 'इदं सावा' इति भणितेरभावान्न वचनविरोधः । यदि च तदनेषणीयं कथञ्चित्कदाचिदपि केवलिना भुक्तमिति छद्मस्थज्ञानगोचरीभवेत् तर्हि केवली न भुङ्क्त एव, केवल्यपेक्षया श्रुतव्यवहारशुद्धरेवाभावाद्, ‘अशुद्धमिति ज्ञात्वाऽपि केवलिना भुक्तं' इति छद्मस्थेन ज्ञातत्वात् । अत एव रक्तातिसारोपशमनार्थं रेवतीकृतकूष्माण्डपाको भगवता श्रीमहावीरेण प्रतिषिद्धः, कदाचित्साधुना श्रुतव्यवहारशुद्ध्याऽऽनीतोऽपि रेवती तु जानात्येव यद् ‘भगवता જ્ઞાનથી તેને આધાકર્મ જાણે છે અને તેથી તેમને માટે તો એ નિશ્ચયથી અભોક્તવ્ય છે. તેમ છતાં ધૃતરૂપ વ્યવહારનયને પ્રમાણ કરતાં તેઓ તેવી ચીજનો પણ આહાર કરે જ. કારણ કે નહીંતર તો શ્રુત અપ્રમાણ જ ઠરી જાય. તે આ રીતે - કેવલી આવી ચીજને દોષિત કહીને ન ખાય તો લાવનારને વિચાર આવે કે શ્રુતમાં કહેલ ચોકસાઈપૂર્વક જે નિર્દોષ લાગતું હતું તે પણ જો વાસ્તવમાં દોષિત સંભવી શકે છે તો શ્રત પર વિશ્વાસ રાખવાથી સર્યું. શ્રત આ રીતે અપ્રમાણ ઠરી જાય એવું કેવલીએ પણ કરવાનું હોતું નથી કારણ કે પ્રાયઃ વ્યવહાર બધો શ્રુતથી જ ચાલે છે. આમ કેવલી પણ વ્યવહારનું સમર્થન કરતાં હોવાથી વ્યવહાર પણ બળવાન છે જ.” - (કેવલીની પ્રવૃત્તિથી શ્રુતવ્યવહારની શુદ્ધિ શી રીતે?: પૂર્વપક્ષ) વળી તેમ છતાં, “તે અષણીય ચીજ કેવલીએ ખાધી એવી ગમે તે રીતે ગમે ત્યારે પણ છદ્મસ્થને ખબર પડવાની હોય તો કેવલી એને ખાય જ નહિ, કારણ કે કેવલીની અપેક્ષાએ ત્યારે શ્રત વ્યવહારની શુદ્ધિ જ રહેતી નથી તે પણ એટલા માટે કે “આ અશુદ્ધ છે એવું જાણવા છતાં કેવળીએ ખાધું' ઈત્યાદિરૂપે છમસ્થ જાણેલું હોય છે. તાત્પર્ય, શ્રતોક્ત વિધિ પ્રમાણે ચોકસાઈ કરીને ભિક્ષા લાવનાર સાધુને, કેવલી તે ભિક્ષા આરોગે એના પરથી ભિક્ષા નિર્દોષ હોવાનો નિશ્ચય થાય છે અને તેથી “શ્રતમાં કહ્યા પ્રમાણે વર્તીશ તો દોષથી બચીશ' એવો વિશ્વાસ દઢ થાય છે. પણ જ્યારે દોષિત જાણવા છતાં કેવલીએ વાપર્યું એવું કોઈપણ રીતે તેને ખબર પડી જાય છે ત્યારે ઉક્ત વિશ્વાસ પુષ્ટ તો થતો નથી, પણ ઉપરથી, શ્રુત-શાસ્ત્રો પરના વિશ્વાસના કારણે “અશુદ્ધ ભિક્ષા ન ખવાય' એવો જે વિશ્વાસ ઊભો થયો હોય છે તે ડગી જવાનો સંભવ ઊભો થવાથી શ્રુત પરનો વિશ્વાસ પણ ડગી જવાનો સંભવ ઊભો થાય છે. તેથી શ્રુતવ્યવહાર શુદ્ધિનો અભાવ રહે છે. માટે કેવલી તેને આરોગતા નથી. તેથી જ તેજોલેશ્યાના કારણે થયેલો લોહીના ઝાડાનો વ્યાધિ શમાવવા માટે રેવતીએ કરેલ કૂષ્માણ્ડપાક (કોળાપાક)નો ભગવાન
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy