SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આપવાદિકપ્રવૃત્તિની વિચારણા ૪૧ - इत्थं च श्रुतोदितरूपेण धर्मोपकरणधरणे न केवलिलक्षणहानि, 'इदं सावद्यं' इति प्रज्ञाप्य તવપ્રતિષેવળાવું, અત વ (પુષ્પમાતા) - 'ववहारो वि ह बलवं जं वंदइ केवली वि छउमत्थं । आहाकम्मं भुंजइ सुअववहारं पमाणंतो ।।२२९।।' हु तद्वृत्तिः - 'न केवलं निश्चयोऽपि तु स्वविषये व्यवहारोऽपि बलवान् । यद्यस्मात्कारणात्समुत्पन्नकेवलज्ञानोऽपि शिष्यो यद्यपि निश्चयतो विनयसाध्यस्य कार्यस्य सिद्धत्वात्केवली न कस्यचिद्वन्दनादिविनयं करोति, तथापि व्यवहारनयमनुवर्त्तमानः पूर्वविहितविनयो गुरुं वन्दते - आसनदानादिकं च विनयं तस्य तथैव करोति यावदद्यापि न ज्ञायते, ज्ञाते पुनर्गुरुरपि निवारयत्येवेति भावः । अपरं च अतीवगूढाचारेण केनचिद् गृहिणा विहितमाधाकर्म तच्च श्रुतोक्तपरीक्षया परीक्षमाणेनाप्यशठेन छद्मस्थसाधुनाऽविज्ञातं गृहीत्वा केवलिनिमित्तमानीतं यथाव શ્રુતવ્યવહારરૂપ હોઈ સાવદ્ય જ હોતા નથી અને તેથી તેનું ‘આ સાવદ્ય છે' એવું કેવલીએ પ્રરૂપણ જ કર્યું હોતું નથી. તેથી જ પુષ્પમાલા (૨૨૯) અને તેની વૃત્તિના નીચે મુજબના વચનથી ‘કેવલી અનેષણીય આહારનું ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે’ એ વાત સિદ્ધ થવા છતાં તે પ્રવૃત્તિથી તેઓમાં અપવાદની હાજરીની સિદ્ધિ થતી નથી, કારણ કે જ્ઞાનાદિની હાનિના ભયથી એ પ્રવૃત્તિ હોતી નથી કિન્તુ વ્યવહારશુદ્ધિ માટે જ હોય છે. અને તેથી જ એ પણ ધર્મોપકરણધારણની જેમ સાવદ્ય ન હોઈ ‘આ સાવદ્ય છે’ ઇત્યાદિ પ્રરૂપણાનો વિષય બનતી ન હોવાના કારણે ઠાણાંગના કેવળીનું સ્વરૂપ જણાવનાર ઉક્ત વચનનો વિરોધ થતો નથી. પુષ્પમાલા (૨૨૯) અને તેની વૃત્તિનો ભાવાર્થ - (‘વ્યવહાર પણ બળવાન્'ની કેવલીકૃત સ્થાપના) માત્ર નિશ્ચય જ નહિ, પણ વ્યવહાર પણ પોતાના વિષયમાં બળવાન છે એ વાત નીચેની વાત પરથી જણાય છે. કેવલજ્ઞાન પામી ગયેલ પણ શિષ્ય, જ્યાં સુધી ગુરુ વગેરેને કેવલજ્ઞાનપ્રાપ્તિની ખબર પડી ન હોય ત્યાં સુધી, કેવલજ્ઞાન પૂર્વે જેવા વંદન-આસનદાનાદિરૂપ વિનય વગેરે કરતો હતો તેવા છદ્મસ્થ ગુરુના વંદન-વિનયાદિ પણ વ્યવહારનયને અનુસરીને કરે જ. નિશ્ચયથી તેણે કોઈનો વિનય વગેરે ક૨વાના હોતા નથી, કારણ કે તે વિનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા રૂપ જે કાર્ય સાધવાનું હતું તે તો હવે સધાઈ જ ગયું છે. ગુરુ વગેરેને ખબર પડી ગયા પછી તો ગુરુ જ તેને વિનયાદિ કરતા અટકાવે. એમ અત્યંત ગૂઢ આચારવાળા કોઈ ગૃહસ્થે કોઈક આધાકર્મી ચીજ બનાવી. શ્રુતમાં કહેલી પરીક્ષા મુજબ પરીક્ષા કરવા છતાં તે ગૃહસ્થની ચાલાકીના કારણે છદ્મસ્થ સાધુને એની ખબર પડી નહિ. તેથી સ૨ળ ભાવે તેનું ગ્રહણ કરીને કેવલજ્ઞાની માટે લાવેલ તે વસ્તુ કેવલીને આપી. કેવલી તો પોતાના १. व्यवहारोऽपि खलु बलवान् यद्वन्दते केवल्यपि छद्मस्थम् । आधाकर्म भुङ्क्ते श्रुतव्यवहारं प्रमाणयन् ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy