SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ दयस्य तथामाहात्म्यात्, तथा श्रुतव्यवहारशुद्धेर्माहात्म्यादनेषणीयमपीतरेषणीयवदेषणीयमेव, इति कुतः सावधप्रतिषेवित्वगन्धोऽपीति चेत् ? तदिदमखिलं गूढशब्दमात्रेणैव मुग्धप्रतारणम् । यतो यदि भगवत्स्वीकृतद्रव्यपरिग्रहानेषणीयाहारयोः स्वरूपतः सावद्यत्वेऽपि श्रुतव्यवहारशुद्धस्योपादेयत्वधिया दोषानावहत्वं तदाऽपवादस्थानीयत्वमेव तयोः प्राप्तं, औपाधिकशुद्धताशालित्वात् । न चापवादः स्थविरकल्पनियत इति कल्पातीतस्य भगवतस्तदभावः, एवं सत्युत्सर्गस्याप्यभावापत्तेः, तस्यापि जिनकल्पस्थविरकल्पनियतत्वाद् । यदि चोत्सर्गविशेष एव कल्पनियत इति तत्सामान्यस्य भगवति नासम्भवस्तदाऽपवादविशेषस्यैव तथात्वे तत्सामान्यस्यापि भगवत्यनपायत्वमेव । युक्तं चैतत्, तीर्थकृतोऽप्यतिशयाधुपजीवनरूपस्वजीतकल्पादन्यत्र साधुसामान्यधर्मताप्रतिपादनात् । સત્તા માત્ર હેતુક જીવઘાત હોવા છતાં કેવલીની જેમ મોહનીયના અનુદયના માહાભ્યના કારણે વીતરાગ અને ઉત્સુત્ર ન આચરનારા કહ્યા છે તેમ વ્યવહારશુદ્ધિના માહાત્મના કારણે અનેષણીય પણ પિંડ બીજા એષણીયપિંડની જેમ એષણીય જ બની રહે છે. તેથી શ્રુતવ્યવહાર શુદ્ધિ માટે અનેષણીય પણ આરોગનાર કેવલીમાં સાવદ્ય પ્રતિસેવનાની તો ગંધ પણ ક્યાંથી હોય? એમ વ્યવહારશુદ્ધિ માટે થયેલું ધમપકરણ ધારણ પણ વ્યવહારશુદ્ધિના પ્રભાવે નિરવદ્ય જ હોઈ “સાવદ્યાપ્રતિષવિત્વ' વગેરે રૂપ તેઓનું સ્વરૂપ શી રીતે હણાય? (ઔપાધિકશુદ્ધતાશાલી ચીજ આપવાદિક જ કહેવાય - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ આ બધી માત્ર ગૂઢ શબ્દોથી મુગ્ધજીવોને ઠગવાની જ વાતો છે. કારણ કે કેવલી ભગવાને સ્વીકારેલ દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહાર જો સ્વપરૂત સાવદ્ય હોવા છતાં “શ્રુતવ્યવહારથી શુદ્ધ આહારાદિ ઉપાદેય હોય છે' એવી બુદ્ધિથી ગૃહીત થતા હોવાથી દોષકારક બનતા ન હોય તો તે બને આપવાદિક જ સિદ્ધ થઈ જાય છે, કારણ કે તાદશબુદ્ધિ રૂપ ઉપાધિના કારણે જ શુદ્ધિ ધરાવે છે, સ્વરૂપતઃ નહિ. - અપવાદ તો સ્થવિરકલ્પીઓમાં જ નિયત હોય છે. તેથી કલ્પાતીત એવા ભગવાનને તેનો અભાવ હોય છે – એવી શંકા ન કરવી, કારણ કે તે રીતે તો કેવલીભગવાનને ઉત્સર્ગનો પણ અભાવ હોવાની આપત્તિ આવશે. કેમ કે ઉત્સર્ગ પણ જિનકલ્પી કે સ્થવિરકલ્પીઓમાં જ નિયત હોય છે. “અમુક ચોક્કસ ઉત્સર્ગો જ કલ્પમાં નિયત હોય છે, બધા ઉત્સર્ગો નહિ, તેથી ભગવાનમાં શેષ સામાન્ય ઉત્સર્ગો કંઈ અસંભવિત બનતા નથી.” એવી શંકા ન કરવી, કારણ કે એ રીતે તો એવું પણ કહી જ શકાય છે કે “અમુક ચોક્કસ અપવાદો જ સ્થવિરકલ્પનિયત છે. શેષ સામાન્ય અપવાદો નહિ. તેથી કેવલીભગવાનમાં શેષ સામાન્ય અપવાદો હોવા નિરાબાધ જ છે.” વળી આ વાત યુક્ત પણ છે જ. કારણ કે અતિશયાદિને ભોગવવા રૂપ સ્વજીતકલ્પ સિવાય શેષ બાબતોમાં તો તીર્થંકર ભગવાનોએ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy