SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલીક્રિયાપ્રેરિતક્રિયા વિચાર <0 ૨૧૫ संपरायोपशान्तमोहयोर्द्रव्यहिंसाऽभ्युपगमेन भापनावश्यंभावाद् भयमोहनीयकर्मबन्धसंभवे षड्विधबन्धकत्वमेकविधबन्धकत्वं च भज्यते । न च - 'जानतो भयप्रयोजकव्यापाररूपमेव भापनं भयमोहनीयाश्रवः' इति नायं दोषः - इति वाच्यं, जानतोऽपि भगवतो योगात् त्रिपृष्ठवासुदेवभवविदारितसिंहजीवस्य पलायननिमित्तकभयश्रवणात् । यत्तु - तस्य भयहेतवो न श्रीमहावीरयोगाः किन्तु तदीययोगा एव, यथाऽयोगिकेवलिशरीरान्मशकादीनां व्यापत्तौ मशकादीनां योगा एव कारणं - इति कल्पनं तत्तु स्फुटातिप्रसङ्गग्रस्तं, शक्यं ह्येवं वक्तुं - साधुयोगादपि न केषामपि भयमुत्पद्यते, किन्तु स्वयोगादेवेति । अथ भगवत्यभयदत्वं प्रसिद्धम्, तदुक्तं शक्रस्तवे ' अभयदयाणं' ति । एतद्वृत्त्येकदेशो यथा ‘प्राणान्तिकोपसर्गकारिष्वपि न भयं दयन्ते, यद्वाऽभया= सर्वप्राणिभयत्यागवती, दया = कृपा, येषां तेऽभयदया = શંકા : ભયપ્રયોજક વ્યાપારમાત્રરૂપ ભાપનને અમે ભયમોહનીયનો આશ્રવ નથી કહેતાં, કિન્તુ જાણકારીપૂર્વકના તેવા વ્યાપારરૂપ ભાપનને તે આશ્રવ કહીએ છીએ. ઉક્ત બે ગુણઠાણાવાળાને જાણકારી ન હોવાથી તે આશ્રવની હાજરી માનવાનો દોષ ઊભો થતો નથી. (ભગ.ના યોગથી ખેડૂત ભય પામી નાથ્યો એ પ્રસિદ્ધ - ઉત્તરપક્ષ) સમાધાન : આ રીતે તેઓમાં દોષનું વારણ કરી તમારી કલ્પનાને પુષ્ટ કરશો તો પણ, જાણકારી યુક્ત એવા પણ ભગવાનના યોગથી, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેઓએ ફાડેલા સિંહનો જીવ જે ભાગી ગયો તેના કારણભૂત ભય પેદા થયો હતો તેવું સંભળાય છે. (એ જીવ ખેડૂત બનેલો જે ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામી સાધુ બનેલ... અને પછી ભગવાનને જોઈને ભાગી ગયેલ તેવો સંપ્રદાય છે) તેથી તેઓમાં ભયમોહનીયના આશ્રવની હાજરી માનવાનો દોષ તો ઊભો જ રહે છે. તેથી જાણકારી યુક્ત અને અવશ્યભાવી ભયનો પ્રયોજક એવો યોગવ્યાપાર હોવા માત્રથી ભયમોહનીયના આશ્રવની આપત્તિ આપવી યોગ્ય નથી. શંકા : તે સિંહના જીવને જે ભય લાગ્યો તેમાં પ્રભુમહાવીરદેવના યોગો નહિ પણ તેના જ યોગો કારણભૂત હતા. જેમ કે અયોગીના શરીરસ્પર્શથી મશકાદિની થતી વિરાધનામાં મશકાદિના યોગો જ કારણ બને છે. સમાધાન ઃ આવી કલ્પના સ્પષ્ટ અતિપ્રસંગવાળી છે, કેમ કે આ રીતે તો એવું પણ કહી શકાય છે કે ‘સાધુઓના યોગથી પણ કોઈને ભય પેદા થતો નથી, કિન્તુ સ્વયોગથી જ ભય પેદા થાય છે.’ : પૂર્વપક્ષ ઃ ભગવાન સર્વજીવોને અભય દેનારા હોય છે એ વાત પ્રસિદ્ધ છે. જેમ કે શક્રસ્તવમાં કહ્યું છે કે ‘અમયાનં’ આની આંશિકવૃત્તિનો અર્થ આ પ્રમાણે- ‘મારણાન્તિક ઉપસર્ગ કરનારાઓને પણ ભય પમાડતા નથી. અથવા, અભયા=સર્વજીવોના ભયના ત્યાગયુક્ત છે દયા=કૃપા જેઓની તેઓ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy