SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૭ प्राणिनां साक्षात् त्रासजनकव्यापाररूपं भयदानं संभवति, परेषां भापनस्य भयमोहनीयाश्रवत्वात्, ततः केवलिक्रियातः प्रतिलेखनादिव्यापारकाले या प्राणिनामपसरणादिक्रिया भवति सा न भयमूलेति स्वत एवेत्युच्यत इति चेत् ? न भयं विनैव केवलियोगात् सत्त्वापसरणकल्पने हिंसां विना तन्मरणकल्पनेऽपि बाधकाभावाद्, अदृष्टकल्पनाया उभयत्र तुल्यत्वाद् । आवश्यकक्रियाऽवश्यं - भाविना च प्राणिभयेन च यदि भयमोहनीयाश्रवभूतं भापनमुच्यते, तदा तव मतेऽपि सूक्ष्म ૨૧૪ <0 અમે નિષેધ કરતા નથી, પણ ‘માખી વગેરે, કેવલીની ક્રિયાથી ભય પામીને કોઈ ક્રિયા કરતા નથી’ એ રીતે ભયપૂર્વકની ક્રિયાનો જ નિષેધ કરીએ છીએ. કેમકે સર્વજીવોને અભય આપનારા ભગવાન જીવોને સાક્ષાત્ ત્રાસ પમાડે તેવો વ્યાપાર કરવા રૂપ ભય પમાડે એ વાત સંભવતી નથી. તે પણ એટલા માટે કે બીજાઓને ભય પમાડવો એ ભયમોહનીય કર્મ બંધાવી આપનાર આશ્રવરૂપ છે. જ્યારે ભગવાનને તો તેવા સઘળા આશ્રવોનો વિચ્છેદ થઈ ગયો છે. તેથી નક્કી થાય છે કે પડિલેહણાદિ પ્રવૃત્તિ વખતે કેવલીની ક્રિયાથી જીવોની જે અપસરણાદિ ક્રિયા થાય છે તે ભયમૂલક હોતી નથી. અને તેથી એને સ્વતઃ થયેલી કહેવાય છે. (હિંસા વિના જ તેઓ મરી જાય છે એવું પણ માનો ને ! : ઉત્તરપક્ષ) છે સમાધાન : ‘કેવલીના યોગથી ભય પામ્યા વિના જ જીવો ખસી જાય છે' એવી કલ્પના જો થઈ શકતી હોય તો તો ‘હિંસા વિના જ તે જીવો મરી જાય છે' તેવી કલ્પના કરવામાં પણ કોઈ બાધક રહેતો ન હોવાથી તેવી પણ કલ્પના કરો ને ! અને તો પછી, ‘કેવલીના સંપર્કમાં જે જળાદિ આવે તે સચિત્ત હોય જ નહિ' એવી શાસ્ત્રમાં નહિ સાંભળેલી અને મગજમાં ન બેસે તેવી કલ્પના કરવાની શી જરૂર છે ? કેમકે તે જળાદિ ચિત્ત હોય, અને તેથી જીવો મરતા હોય તો પણ સયોગી કેવલીમાં દ્રવ્યહિંસા ન માનવાનો તમારો હઠાગ્રહ તો અકબંધ રહી જ શકે છે. શંકા : પણ હિંસા વિના મરે છે એ વાત તો ક્યાંય દેખાતી નથી. તેથી કલ્પી શી રીતે કરી શકાય ? સમાધાન : આ દલીલ તો ‘ભય વિના જ આઘાપાછા થઈ જવાની' કલ્પના માટે પણ સમાન જ છે. વળી આવશ્યક ક્રિયાઓથી પ્રાણીઓને થતા અવશ્યભાવી ભયના કારણે સયોગીમાં ભયમોહનીયકર્મના આશ્રવભૂત ભાપન (ભય પમાડવાની ક્રિયા) માનવાની જો આપત્તિ દેખાડો છો તો શાસ્ત્રોક્ત વ્યવસ્થા પડી ભાંગવાનો દોષ આવશે. તે આ રીતે - તમારા મતે પણ સૂક્ષ્મસં૫રાય - ઉપશાન્તમોહ ગુણઠાણાવાળાને દ્રવ્યહિંસા માન્ય છે. તેથી ભાપન માનવું પણ આવશ્યક બનવાથી તેઓને ભયમોહનીય કર્મબંધ માનવો પડશે, જેને લીધે શાસ્ત્રમાં તેઓને અનુક્રમે જે ષવિધબંધક અને એકવિધબંધક કહ્યા છે તેનું ખંડન થઈ જશે, કેમ કે મોહનીયનો બંધક જીવ અષ્ટવિધબંધક કે સપ્તવિધબંધક હોય છે. ૨. અર્થ ''બોધિને માતિા
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy