SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૭, ૭૮ स्तेभ्य इति' तनिर्वाहार्थं केवलियोगादन्येषां न भयोत्पत्तिरिति कल्प्यते, साधुषु च तथाकल्पने न प्रयोजनमस्तीति चेद् ? न, अस्मिन्नप्यर्थे सम्यग् व्युत्पन्नोऽसि? किं न जानासि संयमस्यैवाभयत्वम् ? येन संयमिनां संयमप्रामाण्यादेवान्यभयाजनकयोगत्वं न कल्पयसि । न जानामीति चेत् ? तर्हि 'तं नो करिस्सामि समुट्ठाए मंता मइमं अभयं विदित्ता' इत्याचाराङ्गसूत्र एवाभयपदार्थं पर्यालोचय येनाऽज्ञाननिवृत्तिः स्याद्, 'अविद्यमानं भयमस्मिन् सत्त्वानामित्यभयः संयमः' इति ह्युक्तं वृत्ताવિતિ પાછછા परमतस्यैवोपपादकान्तरं निराकरोति અભયદયા. તેઓને નમસ્કાર હો'. આ ‘અભયદયાણં' વિશેષણનો નિર્વાહ કરવા કેવલીના યોગોથી કોઈને ભય થતો નથી' એવી કલ્પના કરીએ છીએ. સાધુઓ માટે આવું કોઈ વિશેષણ શાસ્ત્રોમાં કહ્યું નથી કે જેની સંગતિ માટે “સાધુના યોગથી કોઈને ભય થતો નથી' ઇત્યાદિ કલ્પવું પડે. | (સંયમ અભયરૂપ છે) ઉત્તરપક્ષઃ આ વાત પણ બરાબર સમજીને બોલો છો ને? સંયમ પોતે જ અભયરૂપ છે તે શું તમે જાણતા નથી કે જેથી સાધુઓમાં રહેલ સંયમની હાજરીને સંગત કરવા જ “અન્યજીવોને ભયન પહોંચાડે એવા જ યોગો તેઓમાં હોય છે એવી કલ્પના કરતા નથી. શંકા: સંયમ જ અભયરૂપ હોવાની એ વાત અમે જાણતા નથી. સમાધાનઃ તો પછી તે નો રસ' ઇત્યાદિ આચારાંગસૂત્ર()માં કહેલ “અભય” પદના અર્થનો બરાબર વિચાર કરો કે જેથી એ અજ્ઞાન દૂર થાય. તે સૂત્રની વૃત્તિમાં કહ્યું જ છે કે “જે અવસ્થામાં પોતાના તરફથી જીવોને ભય ઊભો ન રહે તે અભય, એટલે કે સંયમ. તેથી જો “સાધુના યોગથી કોઈને ભય થતો નથી એવી કલ્પના વગર પણ સંયમ અભયરૂપ હોવું તમે સંગત માનો છો તો એ રીતે ભગવાનના યોગથી કોઈને ભય થતો નથી' એવી કલ્પના વગર પણ તેઓનું “અભયદયાણં' વિશેષણ સંગત શું કામ ન બને? કે જેથી તે સિંહનો જીવ ભગવાનના યોગથી ભય પામ્યો નહોતો એવું માનવું આવશ્યક બને? અને તેથી ભગવાનના યોગથી તે ભય પામ્યો હોવા છતાં જેમ ભગવાનમાં ભયમોહનીયનો આશ્રવ માનવો પડતો નથી તેમ પડિલેહણાદિકાળે ભગવાનના યોગવ્યાપારથી કીડી વગેરે ભય પામીને અપસરણાદિ કરે છે એમ માનવામાં પણ તે આશ્રવ માનવો પડતો ન હોવાથી તે અપસરણાદિ ક્રિયાને ભયપૂર્વિકા માની શકાય છે. માટે તેને તેઓના તેવા સ્વભાવથી થયેલી માનવાની વાત ઊડી જાય છે. l૭ી સયોગી કેવલીને દ્રવ્યહિંસા હોતી નથી એવા પરમતનું સમર્થન કરનાર અન્ય દલીલનું નિરાકરણ કરતા ગ્રન્થકાર કહે છે
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy