________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર
૧૯૯
सा तस्स सरूवेणं वा वावारेण आइमे पक्खे । पडिलेहणाइहाणी बितिए अ असक्कपरिहारो ।।७।।
सा तस्य स्वरूपेण वा व्यापारेणादिमे पक्षे ।
प्रतिलेखनादिहानिः द्वितीये चाशक्यपरिहारः ।।७० ।। सा तस्सत्ति । सा-जीवरक्षा, तस्य केवलिनः, शुभयोगस्य, स्वरूपेण, सत्तामात्रेण वाऽथवा व्यापारेण जीवरक्षार्थं स्वस्य रक्षणीयजीवस्य वाऽन्यदेशनयनाभिमुखपरिणामेन ? आदिमे= प्रथमे पक्षे, प्रतिलेखनादिहानिः । प्रतिलेखना हि केवलिनः प्राणैः संसक्तस्यैव वस्त्रादेः प्रवचने प्रसिद्धा । તકુમોનિવૃત્ત (ર૭)पाणेहि उ संसत्ता पडिलेहा होइ केवलीणं तु । संसत्तमसंसत्ता छउमत्थाणं पडिलेहा ।।
सा च स्वरूपेणैव योगानां जीवरक्षाहेतुत्वेऽनुपपन्ना स्यात्, तद्व्यापारं विनाऽपि जीवरक्षोपपत्तौ तद्विविक्तीकरणप्रयासस्य पलिमन्थत्वाद्, न च पलिमन्थः केवलिनोऽपि युज्यते, अत एव 'प्रत्युपेक्षितमपि वस्त्राद्यवश्यम्भाविजीवसंसर्ग जानन् केवली पलिमन्थादेव नाऽनागतमेव प्रत्युपेक्षते,
ગાથાર્થઃ તે જીવરક્ષા (૧) કેવલીને શુભયોગની હાજરી હોવા માત્રથી થઈ જાય છે કે (૨) જીવરક્ષા માટે “પોતે વિવક્ષિત દેશમાંથી ખસી જવાના” અથવા “રક્ષણીય જીવને ખસેડી દેવાના અનુકૂલ પરિણામરૂપ વ્યાપારથી થાય છે? પ્રથમ પક્ષમાં પડિલેહણાદિની હાનિ થશે. બીજા પક્ષમાં કેવલીઓને પણ અશક્ય પરિહાર હોય છે તે અવશ્ય માનવું પડશે.
(કેવલીયોગોને સ્વરૂપે જીવરક્ષક માનવામાં પડિલેહણાભાવની આપત્તિ) પ્રથમપક્ષમાં પ્રતિલેખનાની હાનિ આ રીતે – “કેવલીઓએ જીવોથી સંસક્ત થયેલા વસ્ત્રાદિની જ પડિલેહણા કરવાની હોય છે એ વાત પ્રવચનમાં પ્રસિદ્ધ છે. ઓઘનિર્યુક્તિ (૨૫૭) માં કહ્યું છે કે કેવલીઓને જીવસંસક્ત વસ્ત્રાદિનું પડિલેહણ હોય છે. છદ્મસ્થોને જીવથી સંસક્ત કે અસંસક્ત બધા વસ્ત્રાદિનું પડિલેહણ કરવાનું હોય છે. કેવલીના યોગો જો સ્વરૂપથી જ જીવરક્ષાના હેતુભૂત હોય તો આ પડિલેહણ અસંગત બની જાય, કેમ કે પડિલેહણ વગર પણ જો યોગની હાજરી માત્રથી જીવરક્ષા થઈ જતી હોય તો તે જીવને દૂર કરવાના પ્રયાસરૂપ પડિલેહણ પલિમન્થ (સ્વાધ્યાયાદિની હાનિ) રૂપ બની જાય જે કેવલીને માટે પણ યોગ્ય નથી. તેથી જ તો “પડિલેહણ કરેલા પણ વસ્ત્રમાં જીવસંસર્ગ અવશ્ય થવાનો છે એવું જો કેવલી જાણે તો પલિમન્થ ન થાય એ કારણે જ કેવલી ભગવાન તેનું પડિલેહણાદિ
- - १. प्राणैः संसक्तानां प्रतिलेखा भवति केवलिनां तु । संसक्तासंसक्तानां छद्मस्थानां तु प्रतिलेखा॥
-
-
- -