SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૯, ૭૦ न तज्जनको येन तदभावात्तदभावः स्यादिति तु शतशः प्रतिपादितमेव, इति न किञ्चिदेतदिति स्मर्त्तव्यम् । किंच मशकादिकर्तृकजीवघातं प्रत्यपि केवलियोगानां यत् त्वया प्रतिबन्धकत्वं कल्प्यते तत् केवलं व्यसनितयैव, उत तादृशस्यापि तस्य दोषत्वात् ? नाद्यः, व्यसनितामात्रकृतकल्पनाया अनादेयत्वाद् । न द्वितीयः, तादृशस्य जीवघातस्य सयोगिकेवलिनो दोषत्वेऽयोगिकेवलिनोऽपि तद्दोषत्वाप्रच्यवात्, इति बहुतरमूहनीयम् ।।६९।। अथ केवलिनो योगा एव रक्षाहेतव इति पराभ्युपगमप्रकारं विकल्प्य दूषयन्नाह - (અહિંસાસ્થાનત્વ ભાવઆશ્રવાભાવના તાત્પર્યમાં) તાત્પર્ય એ છે કે એક બાજુ અયોગીકેવલીની બાદબાકી કર્યા વગર બધા કેવલીને ઉદ્દેશીને અહિંસાનું પ્રતિપાદન કર્યું છે – અને બીજી બાજુ અયોગીકેવલીને મશકાદિની હિંસા હોય છે એવું સાક્ષાત્ શબ્દોથી પ્રતિપાદન કર્યું છે તેથી આ બેનો વિરોધ ન થાય એ રીતે વિચારીએ તો જણાય છે કે અહિંસાનું પ્રતિપાદન હિંસાના સર્વથા અભાવના અભિપ્રાયથી નથી કિન્તુ ઉક્ત અભિપ્રાયથી જ છે. (તેથી જો માનવો હોય તો તેવી ભાવહિંસા વગેરે રૂપ ભાવઆશ્રવ પ્રત્યે જ મોહક્ષયને (કે ક્ષીણમોધ્યોગને) પ્રતિબંધક માની શકાય છે, માટે તે અહિંસાના પ્રતિપાદનથી અયોગીકેવલીની જેમ સયોગી કેવલીમાં પણ ભાવહિંસાનો જ અભાવ સિદ્ધ થાય છે, દ્રવ્યહિંસાનો નહિ. વળી સાધુઓને જે જીવનો આભોગ હોય તેની તો રક્ષા જ થાય, હિંસા નહિ. કેવળીઓને બધા જીવોનો આભોગ હોય છે, કોઈનો અનાભોગ હોતો નથી, એટલે દ્રવ્યહિંસા પણ હોતી નથી' આવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે પણ અયોગ્ય છે, કારણ કે અનાભોગ તો દ્રવ્યહિંસાનો જનક જ નથી કે જેથી સયોગીકેવલીમાં તેનો અભાવ હોવાથી દ્રવ્યહિંસાનો અભાવ હોવો સિદ્ધ થાય. આ વાત સેંકડોવાર કહી ગયા છીએ. માટે શાસ્ત્રવચનોના મન ફાવે તેવા અર્થને કાઢીને સયોગીકેવલીમાં દ્રવ્યહિંસાનો પણ અભાવ હોવો સિદ્ધ કરવો એ તુચ્છ વાત છે એ યાદ રાખવું. વળી મશકાદિકર્તક જીવઘાત પ્રત્યે પણ (અર્થાત્ સયોગીકેવલીકર્તક જીવઘાત પ્રત્યે તો ખરા જ) કેવલીના યોગોને તમે જે પ્રતિબંધક માનો છો તે માત્ર તમને તેવી કુટેવ પડી હોવાના કારણે જ, કે તેવો જીવઘાત પણ સયોગી કેવલીઓને દોષરૂપ બને છે માટે? પહેલો પક્ષ મનાય નહિ, કેમ કે વ્યસનમાત્રના કારણે કરેલી કલ્પના ગ્રાહ્ય હોતી નથી. બીજો પણ મનાય નહિ, કેમ કે તેવો જીવઘાત સયોગીકેવલીને દોષરૂપ હોય તો અયોગીકેવલીને પણ એ દોષરૂપ જ બનવાની આપત્તિ આવે. આમ સયોગીકેવલીને દ્રવ્યહિંસાનો અભાવ સિદ્ધ કરવાની પૂર્વપક્ષની દલીલો અંગે ઘણી ઘણી બાબતો વિચારણીય છે તેનો ગીતાર્થ બહુશ્રુતોએ વિચાર કરવો. દલા કેવલીના યોગો જ જીવરક્ષાના હેતુભૂત હોય છે એવી પૂર્વપક્ષમાન્યતાને વિકલ્પો રચીને દૂષિત ઠેરવતા ગ્રન્થકાર કહે છે -
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy