SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૦ किन्तूपभोगकाल एव प्रत्युपेक्षते' इति व्यवस्थितम् । तदुक्तं (२५८) संसज्जइ धुवमेअं अपेहिअं तेण पुव्व पडिलेहे । पडिलेहिअंपि संसज्जइत्ति संसत्तमेव जिणा ।। त्ति । एतद्व्याख्या यथा-संसज्यते प्राणिभिः संसर्गमुपयाति, ध्रुवमवश्यं एतद्वस्त्रादि अप्रत्युपेक्षितं सद्, तेन पूर्वमेव केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्ति । यदि पुनरपि (यदा तु पुनरेवं) संविद्रते ‘इदमिदानीं वस्त्रादि प्रत्युपेक्षितमप्युपभोगकाले संसज्यते, तदा संसत्तमेव जिण त्ति संसक्तमेव जिनाः केवलिनः प्रत्युपेक्षन्ते, न त्वनागतमेव, पलिमन्थदोषादिति' ।। 'पडिलेहणाइहाणी' इत्यत्रादिना जीवरक्षाहेतूल्लङ्घनप्रलङ्घनादिव्यापारस्यापि केवलिनो वैयर्थ्य बोध्यम् । 'नियतव्यापारेणैव केवलियोगाज्जीवरक्षा' इति द्वितीये च पक्षेऽङ्गीक्रियमाणेऽशक्यपरिहारोऽप्यवश्यमभ्युपगन्तव्य इति गम्यम्, सर्वत्र जीवरक्षाव्यापारस्य स्वकायस्य जीवानां वा विविक्तीकरणपर्यवसितस्य दुष्करत्वात् ।।७।। કાળે પડિલેહણ કરતાં નથી, કિન્તુ જયારે તેનો ઉપભોગ કરવાનો હોય ત્યારે જ કરે છે, એવી વ્યવસ્થા શાસ્ત્રમાં દેખાડી છે. કહ્યું છે કે (ઓ. નિ. ૨૫૮) “આ વસ્ત્રાદિનું પડિલેહણ કર્યું ન હશે તો એ અવશ્ય પ્રાણીઓથી સંસક્ત બનશે આવું જાણીને કેવલીઓ પહેલેથી જ પડિલેહણ કરી લે છે. પણ જો પોતાના જ્ઞાનમાં એવું દેખાય કે “અત્યારે પડિલેહણ કરેલ પણ વસ્ત્રાદિ ઉપભોગ વખતે સંસક્ત થવાનું છે તો અત્યારે પડિલેહણ ન કરતાં ઉપભોગકાલે સંસક્ત થયેલા જ તે વસ્ત્રાદિનું પડિલેહણ કરે છે. કેમ કે પાછળથી ઉપભોગકાળે જો પડિલેહણ કરવાનું છે તો અત્યારે કરવામાં પલિમંથ દોષ લાગે છે.” મૂળ શ્લોકમાં “પડિલેહણાદિ શબ્દમાં જે “આદિ' શબ્દ છે તેનાથી જીવરક્ષા માટે કેવલીઓ જે ઉલ્લંઘનપ્રલંઘનાદિ કરે છે તેની વાત જાણવી. અર્થાત્ પોતે જે સ્વાભાવિક ગતિ વગેરેથી જઈ રહ્યા હોય તદ્રુપ યોગથી પણ સ્વરૂપે જ જો જીવરક્ષા થઈ જવાની છે તો એ ઉલ્લંઘનાદિ પણ વ્યર્થ જ બની જવાથી તેની પણ હાનિ થશે એ જાણવું. એવું ન થાય એ માટે કેવલીના યોગોથી સ્વરૂપે જ નહિ; કિન્તુ અમુક પડિલેહણ-ઉલ્લંઘનાદિરૂપ ચોક્કસ પ્રકારના નિયત વ્યાપાર દ્વારા જ જીવરક્ષા થાય છે એવો બીજો વિકલ્પ જો સ્વીકારવામાં આવે તો કેવલીઓને પણ અશક્ય પરિહાર હોય છે એ વાત પણ અવશ્ય સ્વીકારવી પડશે, કેમ કે જીવરક્ષા માટે કરેલો વ્યાપાર સર્વત્ર (જ્યાં જ્યાં જીવહિંસા સંભવિત હોય ત્યાં ત્યાં સર્વત્ર) પોતાના શરીરને અથવા રક્ષણીય જીવોને તેઓની રક્ષા થાય એ રીતે દૂર કરવામાં પરિણમેકસફળ થાય એ વાત દુષ્કર છે. અર્થાત્ જ્યાં એ બેમાંથી એકેયને એ રીતે દૂર ન કરી શકે ત્યાં કેવલીને પણ હિંસાનો પરિહાર અશક્ય બને જ છે. માટે અશક્યપરિહારરૂપે તેઓમાં દ્રવ્યહિંસા સંભવિત છે. I૭૦ १. संसज्यते ध्रुवमेतत् प्रत्युपेक्षितं तेन पूर्व प्रतिलेखन्ति । प्रतिलेखितमपि संसज्यते संसक्तमेव जिनाः ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy