SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩. કેવલીમાં દ્રવ્યહિંસા: કલ્યભાષ્યનો અધિકાર ૧૪૩ सुंदढप्पयत्तवावारणं णिरोहो व विज्जमाणाणं । झाणं करणाण मयं ण उ चित्तणिरोहमेत्तागं ।। इत्यादिग्रन्थेन विशेषावश्यके (३०७१) । शोधकेन च व्यापारमुपसंपद्योपरतेनापि शुद्धत्वव्यवहारो भवत्येव, यथा जलेन शुद्धं वस्त्रं, इति सर्वोत्कृष्टमनोवाक्कायशुद्धतयाऽयोगिकेवली नियमेनैव चतुर्थभङ्गस्वामी युज्यत इति । न च शैलेश्यवस्थायामपि शरीरस्पर्शमागतानां मशकादीनां व्यापत्तौ चतुर्थभङ्गस्वामित्वनियमानुपपत्तिः, द्रव्यहिंसायास्तदनुकूलनोदनाख्ययोगव्यापारनियतत्वात्, तत्र तदभावात्, तत्संबन्धमात्रस्यातिप्रसञ्जकत्वादिति दिक् ।।५७।।। ___ यदि च 'न द्रव्यतो न भावतो मनोवाक्कायशुद्धस्य साधोः' इति वचनानुरोधेन सयोगिकेवलिनश्चतुर्थभङ्गस्वामित्वमेवाभिमतं भवेत्तदाऽप्रमत्तादीनां सयोगिकेवलिपर्यन्तानां द्रव्यहिंसया એકની સાથે નિયત છે.” એ વાત વિશેષાવશ્યકભાષ્ય (૩૦૭૧) માં દેખાડી છે. તે આ રીતે – “કરણોને સુદઢ પ્રયત્નપૂર્વક વ્યાપૃત કરવા તે અથવા વિદ્યમાન (પ્રવર્તમાન) કરણોનો નિરોધ કરવો તે ધ્યાન તરીકે સંમત છે. ચિત્તનિરોધ કરવો એ જ માત્ર ધ્યાન છે એ માત્ર શાસ્ત્રકારોને માન્ય નથી.” વળી “મન વગેરેની હાજરી જ નથી તો તેનાથી શુદ્ધ શી રીતે કહેવાય?' ઇત્યાદિ વાતથી અયોગી કેવલીમાં ચોથાભાંગાનો જે નિષેધ કર્યો છે તે પણ અયોગ્ય છે, કેમ કે શુદ્ધિ કરનાર શોધક શુદ્ધિ કરવાનો વ્યાપાર ઊભો કરી આપી પછી અટકી જાય તો પણ તેનાથી શુદ્ધત્વ થયાનો વ્યવહાર તો થાય જ છે, જેમ કે પાણીથી શુદ્ધ થયેલું વસ્ત્ર. માટે અયોગી સર્વોત્કૃષ્ટ મન-વચન-કાયશુદ્ધતાવાળા હોઈ નિયમા ચતુર્થ ભાંગાના સ્વામી હોવા ઘટે છે. - “તેઓને નિયમા ચોથા ભંગના સ્વામી કહેવા યોગ્ય નથી. કેમ કે શૈલેશી અવસ્થામાં શરીરને અડીને મચ્છર વગેરે મરી જાય ત્યારે તેઓની કાયાથી દ્રવ્યહિંસા થતી હોવાથી તેઓ બીજાભાંગામાં આવી જાય છે.” - એવી શંકા ન કરવી, કેમ કે દ્રવ્યહિંસા પોતાને અનુકૂલ એવો જે નોદન નામનો યોગવ્યાપાર હોય છે તેને નિયત છે. અર્થાત્ જે જીવના તેવા વ્યાપારથી તે દ્રવ્યહિંસા થઈ હોય તે જીવને તે બીજા ભાંગામાં લઈ જાય છે, અન્યને નહિ. શૈલેશી અવસ્થામાં યોગવ્યાપાર અયોગી કેવલીઓનો ન હોવાથી તે દ્રવ્યહિંસા તેઓની કહેવાતી નથી, બાકી તેઓના શરીર સાથેના સંબંધમાત્રના કારણે થઈ હોવાથી એ દ્રવ્યહિંસા જો તેઓની કહેવાતી હોય તો તો અતિપ્રસંગ એ આવે કે તેઓના શરીરથી નિરંતર થયા કરતી વાયુકાયની દ્રવ્યહિંસા પણ તેવી બની જાય અને તો પછી અયોગી કેવળીઓ પણ ચોથા ભાંગામાં આવી નહિ શકે. // પ૭ || (અપ્રમત્તથી સયોગી, દ્રવ્યહિંસાથી તુલ્ય રીતે નિર્દોષ) ન દ્રવ્યથી- ન ભાવથી એ ભાંગો મન-વચન-કાયશુદ્ધ સાધુને હોય છે એવા વચનને અનુસરીને સયોગી કેવલીમાં જો ચોથો ભાંગો જ માનવાનો હોય તો “અપ્રમત્તસાધુથી માંડીને સયોગીકેવલી સુધીના = = = = - - - १. सुदृढप्रयत्नव्यापारणं निरोधो वा विद्यमानानाम् । ध्यानं करणानां मतं न तु चित्तनिरोधमात्रकम् ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy