SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૭ प्रवचने प्रतीतं, इति कदाचिद् द्वितीयभङ्गस्वामित्वेऽपि भगवतः स्नातकस्य निर्ग्रन्थस्येव चतुर्थभङ्गस्वामित्वाऽविरोध एव, अहिंसापरिणत्यभेदाश्रयणेन तद्भगस्यापि संभवदुक्तिकत्वात् । न चैवं द्वितीयभङ्गकालेऽपि चतुर्थभङ्गापत्तिः, द्रव्यहिंसाकालेऽप्यप्रमत्तयतीनां मनोवाक्कायशुद्धत्वानपायादिति वाच्यं, चतुर्थभङ्गोपपादकमनोवाक्कायशुद्धताया गुप्तिरूपाया एव ग्रहणाद्, अत एव नियतचतुर्थभङ्गस्वामित्वमयोगिकेवलिनोऽपि नानुपपन्नं, शुद्धप्रवृत्तिव्यापारेणै(णे)व निरोधव्यापारेणापि मनोवाक्कायशुद्धताऽनपायाद्, अन्यथा तदविनाभाविध्यानानुपपत्तेः । उक्तं हि ध्यानं करणानां सत्प्रवृत्तिनिरोधान्यतरनियतं, અભાવનો વ્યવહાર ઘટી શકે છે. તાત્પર્ય-ચોથા ભાગમાં દ્રવ્ય-ભાવ એકેય હિંસા નથી. તેથી હિંસા બેમાંથી એકેય સ્વરૂપે ન હોવાથી ચૂર્ણિકારે ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે... આવા પૂર્વપક્ષીના અભિપ્રાય અંગે ગ્રન્થકાર કહે છે કે આવો અભિપ્રાય ખોટો છે, કારણ કે પ્રવચનમાં તો માત્ર દ્રવ્યહિંસા હોય તેવા સ્થળે પણ અહિંસાનો વ્યવહાર થાય છે એ પ્રસિદ્ધ છે. અર્થાત્ હિંસાનો વ્યવહાર થતો નથી. હિંસાશૂન્યત્વ વ્યવહાર થાય છે. (તેથી ૪ થા ભાંગાના સ્વામી કહેવાય છે.) તમે પણ (૧૧-૧૨મે) નિર્ગસ્થને બીજા ભાંગાના સ્વામી હોય ત્યારે (દ્રવ્યહિંસા થઈ હોય ત્યારે) પણ ૪થા ભાંગાના સ્વામી માનો છો (શાસ્ત્રમાં પણ કહ્યા છે), તેમ કેવળી (સ્નાતક) ભગવંતને પણ દ્રવ્યહિંસા થાય ત્યારે પણ બીજા ઉપરાંત ૪થા ભાંગાના સ્વામી પણ માનવા અવિરુદ્ધ છે. કારણ કે અહિંસાની પરિણતિની અપેક્ષાએ બીજા ભાંગાવાળાને પણ ચોથા ભાંગાવાળો કહેવો સંભવિત છે. અહિંસાની પરિણતિ જેવી ૪થા ભાંગામાં હોય છે તેવી જ બીજા ભાંગામાં હોય છે. તેથી આ સામ્યના કારણે બંને ભાંગાનો સંભવ કહ્યો. તેથી ૪થા ભાંગાની જેમ બીજા ભાંગામાં પણ હિંસાના વ્યવહારનો અભાવ (અહિંસાનો વ્યવહાર) સંગત બને છે. | (ચોથાભાંગામાં યોગની શુદ્ધતા ગુપ્તિરૂપ લેવાની છે) - “આ રીતે માત્ર દ્રવ્યહિંસાને પણ અહિંસા=હિંસાના અભાવ તરીકે માનવામાં બીજા ભાંગા વખતે પણ ચોથો ભાંગો માનવાની આપત્તિ આવશે, કેમ કે દ્રવ્યહિંસા વખતે પણ અપ્રમત્ત સાધુઓમાં મન-વચન-કાયાથી શુદ્ધત્વ તો જળવાયેલું જ હોય છે... - એવી શંકા ન કરવી, કેમ કે ચોથો ભાંગો લાવી આપનાર જે મનવચનકાયશુદ્ધતા છે તે ગુપ્તિરૂપ જ લેવાની છે. દ્રવ્યહિંસામાં પ્રવૃત્ત અપ્રમત્તયતિની કાયા ગુપ્તિયુક્ત ન હોઈ તે વખતે તેનામાં ઉક્ત શુદ્ધતા ન હોવાના કારણે ચોથો ભાંગો હોતો નથી. આમ ગુપ્તિરૂપ શુદ્ધતા લેવાથી જ નિયમા ચોથા ભંગના જ સ્વામી હોવાપણું અયોગી કેવળીમાં પણ અસંગત રહેતું નથી, કેમ કે ગુપ્તિ પ્રવૃત્તિની જેમ નિવૃત્તિરૂપ પણ હોવાના કારણે, શુદ્ધપ્રવૃત્તિવ્યાપારથી જેમ તે શુદ્ધતા જળવાઈ રહે છે તેમ નિરોધ-વ્યાપારથી પણ તે જળવાઈ રહે જ છે. નહીંતર તો એ શુદ્ધતાને અવિનાભાવી એવું ધ્યાન અસંગત બની જાય. ધ્યાન કરણોની સમ્પ્રવૃત્તિ કે નિરોધ બેમાંથી
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy