________________
૧૨૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫
आयरिए गच्छम्मि य कुलगणसंघे अ चेइअविणासे । आलोइअपडिक्कंतो सुद्धो जं णिज्जरा विउला ।। व्याख्या- षष्ठीसप्त्म्योरथं प्रत्यभेदः। आचार्यस्य वा गच्छस्य वा कुलस्य वा गणस्य वा चैत्यस्य वा विनाशे उपस्थिते सति सहस्रयोधिप्रभृतिना स्ववीर्यमहापयता तथा पराक्रमणीयं यथा तेषामाचार्यादीनां विनाशो नोपजायते, स च तथा पराक्रममाणो यद्यपराधमापन्नस्तथाऽप्यालोचितप्रतिक्रान्तः शुद्धः गुरुसमक्षमालोच्य मिथ्यादुष्कृतप्रदानमात्रेणैवासौ शुद्ध इति भावः । कुतः? इत्याह-यद्यस्मात्कारणाद् विपुला महती निर्जरा कर्मक्षयलक्षणा तस्य भवति, पुष्टालम्बनमवगम्य भगवदाज्ञया प्रवर्त्तमानत्वादिति ।।
इत्थं च 'सर्वत्र वस्तुस्वरूपावबोधक एवापवादोपदेशः, न तु विधिमुखः' इति यत्किञ्चिदेव, बहूनां छेदग्रन्थस्थापवादसूत्राणां विधिमुखेन स्पष्टमुपलम्भात् ।
तथा आचाराङ्गेऽपि - 'सै तत्थ पयलमाणे वा पवडमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा तणगहणाणि वा हरिआणि वा अवलंबिय उत्तरिज्जा, से तत्थ पाडिपहिआ उवागच्छंति ते पाणिं जाएज्जा, तओ संजयामेव अवलंबिय २ उत्तरेज्जा, तओ संजयामेव गामाणुगामं दूइज्जिज्जा ।'
અભિવ્યંજક એવું જે આલોચના પ્રાયશ્ચિત્ત હોય છે તેવું આલોચના પ્રાયશ્ચિત્ત જ કહ્યું છે. બૃહલ્પભાષ્યવૃત્તિના દ્વિતીયખંડમાં કહ્યું છે કે
(ષષ્ઠી-સપ્તમી વિભક્તિનો અર્થ એક હોય છે) આચાર્ય, ગચ્છ, કુલ, ગણ, સંઘ કે ચૈત્યનો વિનાશ ઉપસ્થિત થએ છતે સહસ્રોધી વગેરેએ પોતાની શક્તિને ગોપવ્યા વિના તેવું પરાક્રમ દાખવવું કે જેથી તે આચાર્ય વગેરેનો વિનાશ ન થાય. એ રીતે પરાક્રમ કરતા તેનાથી જો કોઈ અપરાધ થઈ જાય તો પણ ગુરુસમક્ષ આલોચના કરીને “મિચ્છામિ દુક્કડમ્... દેવા માત્રથી તે શુદ્ધ થઈ જાય છે. શા માટે? તો કે પુષ્ટ આલંબનને જાણીને જિનાજ્ઞાથી પ્રવર્તતો હોવાથી તેને કર્મક્ષયાત્મક વિપુલ નિર્જરા થઈ હોય છે.” તાત્પર્ય, જે માત્ર આલોચના પ્રતિક્રમણ કહ્યાં છે તેનાથી જ જણાય છે કે તે નિરતિચાર હોય છે તેમજ અપવાદપદે કરેલ હિંસાનું કોઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. કેમ કે તે આલોચના પ્રાયશ્ચિત્ત તો થઈ ગયેલ સૂક્ષ્મ આશ્રવોની વિશુદ્ધિ માટે હોય છે.) માટે “અપવાદપદીય ઉપદેશ માત્ર વસ્તુસ્વરૂપનો જ બોધક હોય છે, વિધિમુખ (વિધાનાત્મક) નહિ એ વાત તો ફેંકી દેવા જેવી જ છે, કારણ કે છેદગ્રન્થમાં રહેલા ઘણા અપવાદસૂત્રો વિધાનાત્મક હોવા દેખાય જ છે. તેમજ આચારાંગના નીચેના સૂત્રમાં પણ ગચ્છવાસી સાધુને વેલડી વગેરેનો ટેકો લેવાનો વિધિમુખે જ ઉપદેશ હોવો દેખાય જ છે. “ત્યાં (વિષમભૂમિમાં) ચાલતો કે પડતો સાધુ વૃક્ષોનો, ગુચ્છાઓનો, લતાઓનો, વેલડીઓનો, તૃણોનો,
-- -- - - - - - १. आचार्यस्य गच्छस्य च कुलगणसंघानां चैत्यस्य विनाशे । आलोचितप्रतिक्रान्तः शुद्धो यस्मानिर्जरा विपुला ॥ २. अथ स तत्र प्रचलन् प्रपतन् वृक्षान् गुच्छान् वा लता वा वल्लीर्वा तृणानि वा तृणगहनानि वा हरितानि वाऽबलम्ब्योत्तरेत, अथ
तत्र प्रातिपथिका उपागच्छन्ति तेषां पाणि याचेत, ततः संयत एवावलम्ब्योत्तरेत्, ततः संयत एव ग्रामानुग्राम गच्छेत् ।।