SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર सामान्यनिषेधजनितभयानिवृत्तेरिति । यच्चाहितनिवारणे क्रियमाणे कदाचित्पञ्चेन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिपत्त्याऽऽशयस्य शुद्धत्वाज्जिनाज्ञाऽऽराधकत्वं सुलभबोधिकत्वं चोक्तं तदविचारितरमणीयं, यतनावतोऽपवादपदेऽपि प्रायश्चित्तानुपदेशात् । तदुक्तं बृहत्कल्पवृत्तौ तृतीयखण्डे - 'तथा मूलगुणप्रतिसेव्यप्यालम्बनसहितः पूज्यः, पुलाकवत्, स हि कुलादिकार्ये चक्रवर्तिस्कन्धावारमपि गृह्णीयाद् विनाशयेद्वा, न च प्रायश्चित्तमाप्नुयाद्' इत्यादि । यत्तु तस्य 'हिट्ठाणट्ठिओ वि' (बृ. क. भा. ४५२५) इत्यादिनाऽधस्तनस्थानस्थायित्वमुक्तं तत्स्वाभाविकं, न तु प्रतिषेवणाकृतमिति बोध्यम् । किञ्च तस्य प्रायश्चित्तं स्यात्तदा पुनव्रतारोपणादि स्याद्, आकुट्या पञ्चेन्द्रियघाते मूलादिमहाप्रायश्चित्ताभिधानाद् । उक्तं च तस्य हस्तशताबहिर्गमन इव निरतिचारताऽभिव्यञ्जकं सूक्ष्माश्रवविशोधकमालोचनाप्रायश्चित्तमेव, तथा च द्वितीयखण्डे बृहत्कल्पभाष्यवृत्तिग्रन्थः (२९६३) - તે બળવદ્ અનિષ્ટનો ભય ઊભો રહેતો હોઈ અપવાદપદે પણ કોઈ તેમાં પ્રવૃત્તિ કરે નહિ. એ અનુબંધિત્વનું જ્ઞાન દૂર કરવા માટે તેમાં બળવદ્ અનિષ્ટના અનનુબંધિત્વનું જ્ઞાન જરૂરી બને છે જે જ્ઞાન વિધિવાક્યથી થાય છે. માટે અપવાદપદે હિંસાદિનું વિધાન પણ અવશ્ય માનવું પડે છે. વળી “અહિતનું વારણ કરવામાં ક્યારેક પંચેન્દ્રિયની હત્યા થઈ જાય તો પ્રાયશ્ચિત્તસ્વીકારથી આશય શુદ્ધ હોવાના કારણે જિનાજ્ઞાઆરાધકત્વ અને સુલભબોધિપણું જળવાઈ રહે છે.” ઇત્યાદિ જે કહ્યું તે પણ અવિચારિતરમણીય છે, કારણ કે જયણાયુક્ત સાધુને અપવાદપદે થતી હિંસા વગેરેમાં પ્રાયશ્ચિત્ત જ કહ્યું નથી. બૃહત્કલ્પવૃત્તિ તૃતીયખંડમાં કહ્યું છે કે (જયણાપૂર્વક થયેલી આપવાદિક હિંસામાં પ્રાયશ્ચિત્તનો અભાવ) “તથા મૂળગુણ અંગેનું પ્રતિસેવન કરનાર પણ આલંબન યુક્ત હોય તો પૂજ્ય છે, જેમ કે પુલાક. તે કુલ – ગણ આદિનું તેવું કાર્ય ઉપસ્થિત થયું હોય તો ચક્રવર્તીની છાવણીનું પણ ગ્રહણ કરે અથવા નાશ પણ કરે અને તેમ છતાં પ્રાયશ્ચિત્ત ન પામે.” વગેરે. વળી બૃહત્કલ્પની જ ૪૫૨૫મી ‘હિંદકાોિ વિ..' ઇત્યાદિ ગાથાથી તેને નીચલા સંયમસ્થાનમાં રહેલો જે કહ્યો છે તેમાં પણ તે નીચલું સ્થાન પણ સ્વાભાવિક જ જાણવું, તે પ્રતિસેવનાના કારણે થયેલું ન માનવું. વળી આ પ્રતિસેવન વગેરેનું જો ખરેખર પ્રાયશ્ચિત્ત હોય તો તો તેને મહાવ્રતોનું પુનઃ આરોપણ જ કરવું પડે, કેમ કે આકુટ્ટિથી કરાયેલ પંચેન્દ્રિયની હત્યાનું મૂલવગેરે રૂપ મહાપ્રાયશ્ચિત્ત જ કહ્યું છે. જયારે આવા અપવાદનું સેવન કરનારને તો શાસ્ત્રમાં, (૧૦૦ હાથની બહાર જવામાં કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત પણ આવે છે તે વિચારવું) સો હાથથી વધુ દૂર ઇસમિતિ વગેરેપૂર્વક જવામાં, સૂક્ષ્મ આશ્રવોની વિશુદ્ધિ કરનાર અને નિરતિચારતાનું - - - १. अधस्तनस्थानस्थितोऽपि । - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy