________________
૨૮૬
<0
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ प्रदर्शनसदृशं, सूत्रसंमतिस्तु देवकिल्बिषिकत्वांश एव' इत्ययमर्थो न्याय्योऽन्यो वा तत्र कश्चित्सुन्दरोभिप्राय इति यथा बहुश्रुताः प्रतिपादयन्ति तथा प्रमाणीकर्त्तव्यं न तु कुविकल्पचक्रेण ग्रन्थकदर्थना कर्त्तव्या ।
यत्तु " वस्तुगत्या समयभाषया तिर्यग्योनिकशब्द एवानन्तभवाभिधायको भवति । यदुक्तं 'तिर्यग्योनीनां च' इति तत्त्वार्थसूत्रभाष्यवृत्तौ (३-१८) 'तिर्यग्योनयः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियास्तेषामपि परापरे स्थिती इत्यादि यावत्साधारणवनस्पतेरनन्ता अवसर्पिण्युत्सर्पिण्यः । ' इत्यादि" इति परेणोक्तं तत्त्वनाकलितग्रन्थानां विभ्रमापादकं, प्रेक्षावतां तूपहासपात्रम् । परापरभवस्थितिकायस्थितिविवेकस्य तत्र प्रतिपादितत्वादुत्कृष्टकायस्थितेरेव तिर्यग्योनीनामनन्तत्वपर्यवसानात् प्रकृते च भवग्रहणाधिकारात् न तत्कायस्थितिग्रहणं कथमपि संभवति, इति किं पल्लवग्राहिणा सममधिकविचारणयेति कृतं प्रसक्तानुप्रसक्त्या ॥४०॥
-
એટલું દેખાડવા જેવી વાત છે. અને સૂત્રની સંમતિ જે દેખાડી છે તે ‘એ દેવિકિલ્બિષિક થવાનો છે' એટલા પ્રથમ અંશમાં જ છે. આવી હકીકત અમને યોગ્ય લાગે છે. અથવા તો એ વૃત્તિમાં બીજો જ કોઈ વધુ સુંદર અભિપ્રાય રહ્યો હશે. તેથી બહુશ્રુતો જેવું પ્રતિપાદન કરે તેને પ્રમાણ તરીકે સ્વીકારવું, પણ જાત જાતના કુવિકલ્પોની પરંપરાથી પ્રાચીન ગ્રન્થોની તેઓને ખોટા ઠેરવવારૂપ કદર્થના કરવી નહિ. (તિર્યંચયોનિક શબ્દ અંગે વિચારણા)
પૂર્વપક્ષ ઃ વસ્તુસ્થિતિ વિચારીએ તો ભગવતીસૂત્રના અધિકૃત સૂત્રમાં રહેલ ‘તિર્યંચયોનિક' શબ્દ જ, શાસ્ત્રોમાં જે રીતે શબ્દપ્રયોગો થાય છે તે મુજબ અનંત ભવને જણાવે છે. તેથી ‘ચાર’ પાંચ’ વગેરે શબ્દનો અન્વય કોની સાથે છે ? ઇત્યાદિ પ્રશ્નો ઊભા રહેતા નથી. ‘તિર્થયોનીનાં ૬' એવા તત્ત્વાર્થસૂત્ર (૩-૧૮) ભાષ્યની વૃત્તિમાં કહ્યું છે કે “તિર્યંચયોનિઓ એટલે પૃથ્વી-અપ્-તેઉ-વાઉ-વનસ્પતિ-બેઈન્દ્રિયતેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિયતિર્યંચો. તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે હોય છે. ઇત્યાદિ. યાવત્ સાધારણ વનસ્પતિની અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી હોય છે.”
તત્ત્વાર્થસૂત્રના આ અધિકારમાં પૂર્વના કોઈ સૂત્રમાં અનંત કાળની વાત નથી કે જેની અનુવૃત્તિ આવે. તેથી માનવું પડે છે કે સૂત્રમાં રહેલ ‘તિર્યંગ્યોનિ' શબ્દ જ તેને જણાવે છે.
ઉત્તરપક્ષ ઃ તમારું આવું કથન ગ્રન્થોના અજાણ જીવોને ભલે વિભ્રમ પમાડતું હોય ! પણ પ્રેક્ષાવાન્ જીવો માટે તો મશ્કરીનું જ સ્થાન છે, કેમ કે ત્યાં જઘન્ય-ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અને કાયસ્થિતિનો વિવેક દેખાડ્યો હોવાથી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જ અનંત હોવી ફલિત થાય છે. જ્યારે પ્રસ્તુતમાં તો ભવગ્રહણનો અધિકાર હોવાથી તિર્યંચયોનિ શબ્દથી તે કાયસ્થિતિગ્રહણની વાત કોઈ રીતે સંભવતી નથી. માટે તમારી આવી દલીલો, શાસ્ત્રવચનને ઉપલક દૃષ્ટિએ સ્વકલ્પનાને પુષ્ટ કરી આપનાર તરીકે જોઈને