SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૮૭ – तदेवं मरीचेरिव स्तोकस्याप्युत्सूत्रस्य दुःखदायित्वात् 'अन्येषां गुणानुमोदनं न कर्त्तव्यम्' इत्युत्सूत्रं त्याज्यं, कर्त्तव्या च गुणानुमोदना सर्वेषामपीति व्यवस्थापितम् । अथ सूत्रभाषकाणां गुण माह सुत्तं भासंताणं णिच्चं हिययट्ठिओ हवइ भयवं । हिययट्ठिअंमि तंमि य णियमा कल्लाणसंपत्ती ।। ४१ ।। सूत्रं भाषमाणानां नित्यं हृदयस्थितो भवति भगवान् । हृदयस्थिते तस्मिंश्च नियमात्कल्याणसंपत्तिः ।।४१।। सुतं भाताणं ति । सूत्रं भाषमाणानां नित्यं = निरन्तरं, भगवान् = तीर्थङ्करो हृदयस्थितो भवति, भगवदाज्ञाप्रणिधाने भगवत्प्रणिधानस्यावश्यकत्वात्, आज्ञायाः ससम्बन्धिकत्वात् । हृदयस्थिते च तस्मिन् भगवति सति नियमात् = निश्चयात् कल्याणसंपत्तिः, समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनस्य महाकल्याणावहतायाः पूर्वाचार्यैः प्रदर्शितत्वादिति । ४१ ।। સ્વકલ્પિતાર્થની સિદ્ધિને હાથવેંતમાં માનવી અને તેથી આગળ-પાછળના સન્દર્ભનો વિચાર કર્યા વગર બોલવા માંડવું એવી છે. તેથી પલ્લવગ્રાહી (ઉપરછલ્લો વિચાર કરનાર) એવા તમારી સાથે અધિક વિચારણા કરવાથી સર્યું. તેથી ઉત્સૂત્રભાષી અંગેની મરીચિની વાતમાંથી નીકળેલ જમાલિની વાતની પણ અધિક ચર્ચાથી સર્યું. ॥૪૦॥ (સૂત્રાનુસારે બોલનારને થતો લાભ) આમ અલ્પ પણ ઉત્સૂત્ર મરીચિની જેમ ભયંકર દુઃખી બનાવે છે. તેથી ‘બીજાઓના ગુણોની અનુમોદના ન કરવી’ ઇત્યાદિ ઉત્સૂત્રનો ત્યાગ કરવો અને બધાના ગુણોની અનુમોદના કરવી એ વાતો સિદ્ધ કરી. હવે સૂત્રાનુસાર બોલનારને થતો લાભ જણાવતાં ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : સૂત્રને બોલતાં જીવોના હૃદયમાં ભગવાન્ હંમેશા સ્થિત રહે છે તે હૃદયમાં રહે છતે અવશ્ય કલ્યાણસંપત્તિ પ્રાપ્ત થાય છે. સૂત્રને કહેનારાઓના (સૂત્રાનુસારી બોલનારાઓના) હૃદયમાં ભગવાન્ હંમેશા વાસ કરે છે. કેમ કે ભગવાનની આજ્ઞાને હૃદયમાં (નજરમાં) રાખવા માટે ભગવાનને પણ અવશ્ય રાખવા જ પડે છે. તે પણ એટલા માટે કે આજ્ઞા સસંબંધિક પદાર્થ હોઈ પોતાનો સંબંધી હૃદયમાં આવ્યા વિના પોતે હૃદયમાં આવતી નથી. તે ભગવાન હૃદયસ્થ થએ છતે અવશ્ય કલ્યાણસંપત્તિ મળે છે, કારણ કે ‘સમાપત્તિ વગેરે પ્રકારોએ થયેલ તીર્થંકર પ્રભુનું દર્શન મહાકલ્યાણાવહ બને છે' એવું પૂર્વાચાર્યોએ કહ્યું છે. ૪૧॥ chhe 000
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy